સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સેમ-6ની પરીક્ષા તા. 27મે થી લેવાશે

22 February 2021 05:42 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સેમ-6ની પરીક્ષા તા. 27મે થી લેવાશે

રાજકોટ તા. 22 : કોરોના વાયરસની મહામારીના પગલે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સેમેસ્ટર-6 ની પરીક્ષા બે માસ મોડી એટલે કે આગામી તા. 27 મે થી લેવામાં આવનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સેમેસ્ટર-6 ની પરીક્ષા માર્ચ માસના અંતમાં આવી હતી જયારે આ વખતે આ પરીક્ષા બે માસ મોડી લેવાશે. આ પરીક્ષા કોવીડ-19 ની ગાઇડલાઇન મુજબ લેવાય તે માટે યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.


સેમેસ્ટર-6 ની પરીક્ષાની સાથે જ બીએ એલ.એલ.બી. ની પરીક્ષા પણ તા.27-5 થી લેવાશે. જયારે બી.એડ. સેમ.2 ની તા. 25-6, બી.એડ સેમ-4 તા. 7-6 થી બી.એચ.ટી.એમ. સેમ-8 ની તા. 27-5 ના બી.એસસી. એમ.એસસી (એપ્લાયડ) સેમ-ર ની તા. 25-6 ના અને સેમ-4 ની તા. 7-6 થી પરીક્ષા લેવામાં આવનાર છે. જયારે એલ.એલ.એમ. સેમ-ર ની તા. 25-6ના સેમ-4 ની તા. 7-6ના એમ.એ. સેમ-ર ની તા. 25-6 ના અને એમ.એ. સેમ-4ની તા. 7-6 ના પરીક્ષા લેવામાં આવનાર છે.


Related News

Loading...
Advertisement