રાજકોટ તા. 22
જસદણ પંથકમાં ચાલતા નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર શખ્સને પકડી પાડયા છે. સોમ પીપળિયાની દિનેશ કુકા ડાભીએ તેના મકાનમાં નકલી વિદેશી દારૂની ફેકટરી ચાલુ કીર હોવાની રાજકોટ રૂરલ એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી દિનેશ ઉપરાંત રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા પંકજ માનજી પાટીદાર,સુરેશ જાંગીડ અને વીંછીયાના હસમુખ ઉર્ફે હસો કુંભાર ઉર્ફે ભગત નારણ શકોરિયાને પકડી પાડયા હતા.
મકાનમાં તમામ સામગ્રી નકલી શરાબ ભરેલી 1394બોટલો, કેરબામાં ભરેલો નકલી દારૂ એક કાર અને સાત મોબાઈલ મળી 9.34 લાખનો મુદ્રામાલ કબ્જે કર્યો છે. આ નકલી દારૂ બનાવવાની ફેકટરીનો પર્દાફાશ થતા જાણવા મળ્યું હતું કે, આરોપી હસમુખે નકકી કર્યા મુજબ દિનેશ ડાભીને વિદેશી દારૂની એક પેટી તૈયાર કરી આપવામાં પંકજ અને સુરેશને રૂા.4000 આપવાનું નકકી કર્યું હતું.
બ્રાન્ડેડ વિદેશી દારૂની અસલી બોટલો ઢાંકણા લેબલ અને બોકસ સહિતનો સામાન્ય અન્ય રાજ્યોમાંથી લઈ આવતા હતા. કુખ્યાત બૂટલેગર હસમુખે સાગરીતો સાથે મળી બે દિવસ પહેલા જ ફેકટરી ચાલુ કરી હોવાની કબૂોલાત આપી છે. નકલી શરાબ બનાવવા તેઓ સ્પિરિટની અંદર વ્હિસ્કી જેવું લાગતું ફલેવર અને રંગને પાણીમાં ભેળવી તૈયાર કરતા હતા વિદેશી દારૂ અસલી જ લાગે તે માટે બ્રાન્ડેડ કંપનીની શરાબ બોટલ, ભાવનગર સહિતના શહેરોનાં વેચાણ કરવાના હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે.