ભચાઉ તા. 22
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેંજ ભુજ તથા સૌરભ સિંધ પોલીસ અધિક્ષક અશ્વીમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલની સુચના મુજબ પો.સ્ટે ખાતે વણશોધાયેલા ગુન્હા શોધવા માટે સુચના આપેલ.
જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીઝન પોસ્ટેના પો.ઈન્સ એસ.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તેમજ હુમન રીસોર્સીય તેમજ ટેકનીકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી સદરહ વણશોધાયેલા ગુન્હો ત્વરીતે શોધી કાઢવા સારુ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા.
તે દરમ્યાન પોે.હેડ.કો મયુરસિંહ ઈન્દ્રસિંહ જાડેજાની બાતમી આધારે દિનદયાળ નગર સ્કુલ પાછળ બાવળોની જાડીમાં અકબર ઈસુબ સુમરા (રહે.ભુજોડી રેલ્વે ફાટક પાસે તા.ભુજ)ને બળેલા તાંબા (કોપર)ના વાયર શંકાસ્પદ હાલતમાં આધાર પુરાવા વગરના મળી આવતા મજકુર ઈસમનો સીઆરપીસી કલમ-41 (ડી) (1)મુજબ અટક કરવામાં આવેલ અને મળેલ સીઆરપીસી-102 મુજબ કબ્જે કરવામાં આવેલ છે.
મુદ્રામાલ : 12 કીલો તાંબા(કોપર)નો વાયર
ઉપરોકત કામગીરીમા પો.ઈન્સ એસ.બી.વસાવા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ પંકજકુમાર કુશવાહા તથા પો.હેડ.કોન્સ મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ નવિનભાઈ જોષી તથા નીલેશ રાડા તથા શકતીસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા મહીપાલસિંહ ગોહીલ તથા પૃૃથ્વિરાજસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.