લાખોદ (કચ્છ)ની શાળાનો વિદ્યાર્થી પહોંચ્યો મેનહટન

22 February 2021 12:34 PM
kutch
  • લાખોદ (કચ્છ)ની શાળાનો વિદ્યાર્થી પહોંચ્યો મેનહટન

બ્લૂમબર્ગમાં આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્ટ ઇજનેર તરીકે ભૂજનો કેવલ મોરબીયા

ભૂજ તા.22
ભુજ-ભચાઉ વાયા દુધઈ રાજ્ય ધોરીમાર્ગ પર ભુજ નજીક આવેલા લાખોંદ ગામની શાળામાં ભણેલો એક વિદ્યાર્થી આજે અમેરિકાની આંતરરાષ્ટ્રીય કંપની બ્લૂમબર્ગમાં કોમ્પ્યુટર આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ ઈજનેર તરીકે ફરજ બજાવી રહ્યો છે.અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરીને,અમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીમાં ઇન્ટર્નશિપ કર્યા બાદ,ભુજના કેવલ મહેન્દ્ર મોરબીયાને હવે બ્લૂમબર્ગમાં વાર્ષિક અઢી કરોડના પેકેજની નોકરી મળી છે જેથી સમગ્ર કચ્છ અને બૃહદ કચ્છના જૈન સમાજમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું અમેરિકાના કચ્છી કલ્યાણજીભાઇ પટેલે જણાવ્યું હતું. કેવલ મોરબિયાએ અમેરિકાના અર્બઈંના શેમપેઇન ખાતેની વિશ્વવિખ્યાત યુનિવસિટી ઓફ ઇલિયોનિસમાં કોમ્પ્યુટર ક્ષેત્રની આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ શાખામાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે.


આ યુનિવર્સીટી છેક 1882માં સ્થપાઈ છે અને સંશોધનના ક્ષેત્રમાં તેને અમેરિકામાં પ્રથમ ક્રમાંક અપાયો છે.કેવલ જ્યાં નોકરી કરે છે તે બ્લૂમબર્ગ કંપની પણ નાણાકીય સોફ્ટવેર ડેટા અને મિડિયા ક્ષેત્રની અગ્રણી કંપની છે જેનું વડું મથક ન્યુયોર્કના મેનહટન વિસ્તારમાં આવેલું છે.ઉલ્લેખનીય છે કે,કેવલને તેની માતા ઇન્દુબેન મહેન્દ્ર મોરબિયાએ ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા આપી હતી.કેવલના ભાઈ સ્મિત અને બહેન કેયૂરી મોરબિયા પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેના ભાઈ નિર્મલ મોરબિયાએ ઈંગ્લેન્ડમાં એમ.બી.એનો અભ્યાસ કરેલો છે.


Loading...
Advertisement