ચિરાગ-વિશ્વરાજ-અર્પિત-ધર્મેન્દ્ર ચમક્યા: વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજયી પ્રારંભ

22 February 2021 12:24 PM
Saurashtra Sports
 • ચિરાગ-વિશ્વરાજ-અર્પિત-ધર્મેન્દ્ર ચમક્યા: વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રનો વિજયી પ્રારંભ

જમ્મુ-કાશ્મીર સામે 3 વિકેટે જીત: બોલિંગમાં ચેતન સાકરિયા-ધર્મેન્દ્ર જાડેજાએ ખેડવી 3-3 વિકેટ: કાલે હરિયાણા સામે મુકાબલો

રાજકોટ, તા.22
વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમે પોતાના અભિયાનનો પ્રારંભ જીત સાથે કર્યો છે. કોલકત્તામાં જમ્મુ-કાશ્મીર સામે રમાયેલા મુકાબલામાં સૌરાષ્ટ્રે 3 વિકેટે જીત મેળવીને પોતાના ફોર્મનો પરચો આપી દીધો છે. આ મેચમાં ખાસ કરીને બોલિંગમાં ચેતન સાકરિયા અને ધર્મેન્દ્ર જાડેજા તો બેટિંગમાં ચિરાગ જાની, વિશ્ર્વરાજસિંહ જાડેજા, અર્પિત વસાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાનદાર પ્રદર્શન કરી ટીમની જીતમાં સિંહફાળો આપ્યો હતો. હવે આવતીકાલે સૌરાષ્ટ્ર હરિયાણા સામે બીજો લીગ મેચ રમશે.

આ મેચમાં સૌરાષ્ટ્રે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જવાબમાં જમ્મુ-કાશ્મીરે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 279 રન બનાવ્યા હતા. જમ્મુ-કાશ્મીર વતી સૂર્યંશ રાણાએ 24, વિવરંત શર્માએ 66, શુભમ ખતુરીયાએ 68, પરવેઝ રસૂલે 25, શુભમ પુંડીરે 24, આબીદ મુશ્તાકે અણનમ 50 અને ઉમર નઝીરે અણનમ 11 રન બનાવ્યા હતા. બોલિંગમાં સૌરાષ્ટ્ર વતી ચેતન સાકરિયાએ 10 ઓવરમાં 63 રન આપી 3, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 10 ઓવરમાં 50 રન આપી 3, કમલેશ મકવાણાએ બે અને પ્રેરક માંકડે એક વિકેટ ઝડપી હતી.

જમ્મુ-કાશ્મીરે આપેલા 280 રનના લક્ષ્યાંકને સૌરાષ્ટ્રે 49.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સૌરાષ્ટ્ર વતી વિશ્ર્વરાજસિંહ જાડેજાએ 48, અર્પિત વસાવડાએ 66, ચિરાગ જાનીએ 79 બોલમાં 7 છગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 93, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 35 બોલમાં 40 અને જયદેવ ઉનડકટે 8 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગાની મદદથી અણનમ 15 રન બનાવ્યા હતા. બોલિંગમાં જમ્મુ-કાશ્મીર વતી રામ દયાલ-મુજતબા યુસુફ-વિવરંત શર્માએ બે-બે અને આબીદ મુશ્તાકે એક વિકેટ ઝડપી હતી.

Related News

Loading...
Advertisement