ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આંખોનો નિદાન અને ઓપરેશનનો કેમ્પ યોજાયો

22 February 2021 11:45 AM
Dhoraji
  • ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આંખોનો 
નિદાન અને ઓપરેશનનો કેમ્પ યોજાયો

(ભરત દોશી)
રાજકોટ તા.22
ઉપલેટા શહેરમાં છેલ્લા 22 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર આશરા ધર્મ સંકુલ ઉપલેટા તેમજ રણછોડદાસ આશ્રમ રાજકોટ આયોજિત વિનામૂલ્યે આંખના ઓપરેશન નિદાન કેમ્પમાં આજરોજ આ કેમ્પમાં કુલ 286 દર્દીઓએ લાભ લીધો હતો તેમાંથી 38 દર્દીઓને આંખના વિનામૂલ્યે ઓપરેશન માટે રણછોડદાસ આશ્રમ મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે હકુભા બાપુ વાળા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજા તેમજ ધર્મેશભાઈ ઓડેદરા ખાસ હાજર રહ્યા હતા અને આ ત્રણે મહાનુભાવો દ્વારા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રમાં ખૂબ જ આર્થિક સહયોગ આપવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ, કેશુભાઈ સિણોજીયા, જગદીશભાઈ બારૈયા, રમેશભાઈ આહુજા, દિનેશ કણસાગરા સાહેબ, વિનુભાઈ આહીર તેમજ અમેરિકામાં રહેતા અને આ સંસ્થાને હર હંમેશ સહયોગ આપતા અને માનવતાના પુજારી આદરણીય ગીરીશભાઈ સિણોજીયા કે જેઓ હાલ અમેરિકા રહે છે છતાં પણ આ કેમ્પને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement