રાજકોટ જિલ્લામાં 22, સૌરાષ્ટ્રમાં 47 પોઝીટીવ કેસ

22 February 2021 11:34 AM
Rajkot Saurashtra
  • રાજકોટ જિલ્લામાં 22, સૌરાષ્ટ્રમાં 47 પોઝીટીવ કેસ

કોરોના વેકસીનના બીજા તબકકાના રસીકરણ સાથે કોરોના કાબુમાં : વધુ 78 દર્દીઓ સ્વસ્થ થયા

રાજકોટ, તા. 22
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના વેકસીનનાં બીજા તબકકામાં રસીકરણ કાર્યક્રમ દરમિયાન કોરોના પોઝીટીવ કેસમાં ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રએ રાહત અનુભવી છે. રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પોઝીટીવ કેસમાં ઉત્તરોતર ઘટાડો નોંધાયો છે. છેલ્લા ર4 કલાક દરમિયાન વધુ નવા 47 પોઝીટીવ કેસ સામે 78 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.રાજકોટ જિલ્લામાં 16 શહેર 6 ગ્રામ્ય કુલ 22, જામનગર 7, ભાવનગર 3, જુનાગઢ 3, મોરબી 5, ગીર સોમનાથ 3, દ્વારકા 2, અમરેલી-બોટાદ 1-1 સહિત 47 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ 38, જામનગર 11, ભાવનગર 11, જુનાગઢ 3, મોરબી 3, દ્વારકા 6, અમરેલી 16 સહિત 78 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કચ્છમાં નવા 11 પોઝીટીવ કેસ નોંધાયા છે.રાજયમાં નવા 283 પોઝીટીવ કેસ 264 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજયમાં સાજા થવાનો દર 97.72 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં તથા રર પોઝીટીવ કેસ સામે 38 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સાથે મનપાની ચૂંટણીમાં કોરોના ડર રાખ્યા વિના મતદારો મતદાન કરવા ઉમટયા હતા. રાજકોટ જિલ્લામાં કોરોના વેકસીનના બીજા તબકકાના રસીકરણમાં પોઝીટીવ કેસમાં ઘટાડો નોંધાયો છે.


ભાવનગર
ભાવનગર તા.22 ભાવનગર જિલ્લામા નવા 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,125 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 2 પુરૂષ અને 1 સ્ત્રી મળી કુલ 3 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 1 કેસ મળી કુલ 1 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 6,125 કેસ પૈકી હાલ 19 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસોમાં અટકી ગયેલો કોરોના છેલ્લા બે દિવસ થયા ફરી સક્રિય થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે ખંભાળિયા તાલુકાના બે કેસ જ્યારે રવિવારે ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં એક- એક નવો પોઝીટીવ કેસ નોંધાયો છે.આમ, છેલ્લા 48 કલાક દરમિયાન ચાર નવા કેસ વચ્ચે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી. જેથી હાલ જિલ્લામાં 14 એક્ટિવ કેસ છે. છેલ્લા દિવસોમાં કોરોનાના કારણે મૃત્યુ પણ થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 84 સુધી પહોંચી ગયો છે. અન્ય રાજ્યમાં કોરોનાના ભયજનક રીતે વધતા જતા કેસ વચ્ચે કોરોનાનો વધુ એક રાઉન્ડ આવે એવી ફેલાયેલી વાતો- અફવાઓ વચ્ચે હાલ લોકોમાં પુન: ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.


Related News

Loading...
Advertisement