પલ્સ ઓકસિમીટરની વિશ્વાસનીયતા પર સવાલ કાળી ત્વચા પર કામ ન કરતું હોવાનો ખુલાસો

22 February 2021 11:09 AM
Health Top News
  • પલ્સ ઓકસિમીટરની વિશ્વાસનીયતા પર સવાલ કાળી ત્વચા પર કામ ન કરતું હોવાનો ખુલાસો

કોરોના સંક્રમિત દર્દીઓ માટે પલ્સ ઓકસિમીટર મહત્વનું હથિયાર બનેલું છે ત્યારે:ત્વચાનો રંગ, જાડાઈ તાપમાન ઉપરાંત નેલપોલીસનો ઉપયોગ પલ્સ ઓકસિમિટરને અસર કરી શકે છે. એફડીએનો રિપાર્ટ

નવીદિલ્હી તા. 22
કોરોના વાઈરસ સામેના જંગમાં પલ્સ ઓકસીમીટર એક મહત્વનું હથિયાર બનીને ઉભર્યું છે અલબત અમેરિકાના ખાધ તેમજ ઔષધિ ઓથોરિટી (એફ.ડી.એ) સંકમિતોના લોહીમાં ઓકિસજનના સ્તર પર નજર રાખવા માટે ઉપયોગમાં લેવાનાર આ સાધનની વિશ્વાસનીયતા પર જ સવાલ ઉઠયા છે એફડીએના કહ્યું છે કે પલ્સ ઓકિમિટર શ્યામ (કાળી) ત્વચા પર કામ નથી આપતું.એફડીઓના અનુસાર પલ્સ ઓકસીમીટર લોહીમાં ઓકસિજનનું સ્તર આંકવામાં સખમ છે પણ કેટલાક કિસ્સામાં તે ખોટા આંકડા પણ જણાવી શકે છે. ચામડીનો રંગ, તાપમાન સિવાય તમાકુ સેવન અને તેલ પોલીસનો ઉપયોગ પલ્સ ઓકસીમીટરના રીડીંગને અસર કરી શકે છે.


એફડીએના નિવેધ્નમાં કહેવાયુ છે કે કોવિડ-19થી સંક્રમિત દર્દીઓએ માત્ર ઓકસીમીટરના રીડીંગ પર જ નિર્ભરન રહેવું જોઈએ તેમણે પોતાના સ્વાસ્થય સાથે જોડાયેલા દરેક પ્રમાણો પર નજર રાખવી જોઈએ અને કોઈપણ ફેરફાર કે લક્ષણ જણાય તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.એફડીએને શહેરો કે હોઠ કે નખ નીલો થઈ જાય કે મવ્યામાં દુ:ખે શ્ર્વાસ રૂંધાય નાડીના ધબકારા અનિંયંત્રિત થવા જેવા લક્ષણો હળવાશથીન લેવાની સલાહ આપી છે. એફસીએને પણ ચેતવણી આપી છે-કે ઓકસિજનનું સ્તર ધટવા છતાં અનેક સંક્રમિતોમાં તેના કોઈપણ લક્ષણ બહાર નથી દેખાતા દર્દીઓમાં ઓકિસજનનું સ્તર તપાસવા માટે માત્ર ડોકટર જ યોગ્ય વ્યકિત છે.


Related News

Loading...
Advertisement