નવીદિલ્હી, તા.22
સાઉદી અરબમાં ભીષણ બરફવર્ષા થઈ રહ્યાના સમાચાર મળે તો સૌ કોઈની આંખો પહોળી થઈ જવી સ્વાભાવિક છે. લોકો વિચારવા માટે મજબૂર થઈ જાય છે કે રણ અને ગરમ પ્રદેશ હોવા છતાં આવું કઈ રીતે સંભવ છે ! જો કે હવે બહુ આશ્ચર્યચકિત થવાની જરૂર નથી કેમ કે તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં સાઉદી અરબદમાં બરફવર્ષા થઈ રહ્યાનું દેખાઈ રહ્યું છે
સોશ્યલ મીડિયા પર સામે આવેલી તસવરોથી સાઉદી અરબમાં બરફવર્ષાને જોઈને સૌ કોઈ આશ્ર્ચર્યમાં ગરકાવ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અહીં બરફવર્ષા કેટલી ભીષણ થઈ રહી છે કે રણની રેત સાથે જ ઉંટની પીઠ પર બરફની સફેદ ચાદર સાફ જોઈ શકાય છે.લગભગ 50 વર્ષ બાદ આ નઝારો ફરીથી જોવા મળી રહ્યો છે. જો કે આ પહેલાં પણ બરફવર્ષા થઈ છે પરંતુ આટલા મોટાપાયે ક્યારેય થઈ નથી. સાઉદી અરબમાં થયેલી બરફવર્ષા સમગ્ર ખાડી દેશો માટે દૂર્લભ ઘટના ગણાવવામાં આવી રહી છે. એક સપ્તાહ પહેલાં પણ અહીં બર્ફીલી ઠંડીએ દસ્તક આપી છે અને તાપમાન માઈનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. રહેણાક ક્ષેત્રના લોકોની સાથે જાનવરો પણ આ બરફવર્ષાથી ઘણા પરેશાન થઈ ગયા છે.
દરમિયાન હવામાન વિભાગે બરફવર્ષાને લઈને ચેતવણી પણ જારી કરી દીધી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં ઠંડી અનેકગણી વધી શકે છે. હવામાન વિભાગે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. ખાસ કરીનેરાત્રીના સમયે લોકોને વધુમાં વધુ ગરમ કપડાં પહેરવા માટે કહેવાયું છે.દુનિયાભરમાં જાન્યુઆરી દરમિયાન બરફ પડવા લાગે છે પરંતુ આફ્રિકા અને મીડલ ઈસ્ટના રણમાં ઘણી વખત આવું બનતું નથી પરંતુ આ વખથે સહારા રણ સ્થિત અલ્ઝીરીયામાં પણ બરફની ચાદર પથરાઈ ગઈ છે અને સાઉદી અરબમાં તાપમાન માઈનસ બે ડિગ્રીએ પહોંચી ગયું છે.