બોટાદમાં આદેશ્વર જિનાલયની 168 મી સાલગીરી ઉજવાઇ

22 February 2021 10:57 AM
Botad
  • બોટાદમાં આદેશ્વર જિનાલયની 168 મી સાલગીરી ઉજવાઇ

બોટાદ તા. રર : બોટાદ શહેર બે લાખ કરતા વધારે વસ્તી ધરાવતુ 6 જીન મંદિરોથી શોભી રહેલ છે. જે પૈકી પુજય આદેશ્ર્વર દાદાનું 167 વરસ જુના પ્રાચીન જીનાલય ગામમાં અંબાજી મંદિર ચોકમાં આવેલુુ છેે. બોટાદમાં શ્રી આદેશ્વર ભગવાનની મુર્તિ અતિ પ્રાચીન છે. આદેશ્ર્વર દાદા પુજય મલ્લીનાથ ભગવાન તથા શ્રી સુવિધીનાથજી ભગવાનની મૂર્તિઓ પાલીતાણા શૈત્રુજય તિર્થ ઉપર શેઠ મોતી શાહની ટુંકમાંથી લાવવામાં આવેલ છે.


જેની ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1893 મહાસુદી-10 ના રોજ શેઠ હઠીસિંહ કેસરીસિંહ ઓસવાલ હસ્તક પરમ પૂજય શ્રી શાંતિસાગરસુરીશ્ર્વરજી મહારાજ સાહેબે શેઠ મોતી શાહની ટુંકમાં કરાવેલ હતી. જે જીની બિલોની પુન પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1909 મહાસુદ 10 ને શુક્રવારના રોજ સાગરજી સમુદાયના પ્રચંડ શકિત ધરાવતા મંત્ર શાસ્ત્ર વેતાવાદ વિજેતા ખાખી અવધુત પરમ પૂજય આચાર્ય શ્રી ઝવેરસાગરજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં મોટા દહેરાસરમાં કરવામાં આવેલ ત્યાર બાદ બોટાદની આબાદી ઉતરોતર દિન પ્રતિદીન વધતી ગઇ આજે શ્ર્વેતામ્બર મૂર્તિ પૂજક જૈનોના બોટા એક કર્મ ભુમિ છે. ધર્મ ભુમિ છે જેને ત્રણ-ત્રણ મહારત્નો શ્રી સંઘને અર્પણ કરેલ છે. જેમાં (1) આ.પૂ. લાવણ્યસુરીશ્ર્વરજી મ.સા. (ર) આ.પૂ. નંદન સુરીશ્ર્વરજી મ.સા. (3) આ. શ્રી અમૃતસુરીશ્ર્વરજી મહારાજ તથા અનેક ભાઇઓ તથા અનેક બહેનોએ દીક્ષા લીધેલ છે. અહીં સાધારણ ખાતાની કાયમી અનામત યોજના તથા અન્ય યોજના ચાલુ છે. બોટાદમાં આદિનાથજીનાલય (મોટા દેરાસર અંબાજી ચોકમાં ની 168 મી સાલગીરી નિમીતે મહાસુદ-10 ને સોમવારના રોજ તા. 22 ના દિવસે સવારના 10 કલાકે ધ્વજારોહણ કરાયેલ. આ પ્રસંગે પરમ પુજય આચાર્ય શ્રી વિજયનયપ્રભસુરીશ્ર્વરજી મહારાજે ધ્વજા રોપણ બાદ માંગલીક સંભળાવ્યુ હતું.


Loading...
Advertisement