ધોરાજી તા. 22
ધોરાજીના રામપરા વિસ્તારમાં પોલીસે જુગાર દરોડો પાડી ચાર શખ્સોને ઝડપીલઈ રૂા. 4360નો મુદ્રામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગતો. ધોરાજી પોલીસને મળેલ પૂર્વ બાતમીના આધારે રામપરા વિસ્તારમાં આવેલ હુશેની ચોકમાં આ દરોડો પાડયો હતો જેમા જાહેરમાં જુગાર રમતા (1) મેરામણ રાયમલ (2) મહંદભાઈ રાજુભાઈ (3) હજાફશા કાસમશા (4) સલીમભાઈ સતારભાઈને જાહેરમાં જુગાર રમતા રૂા. 4360ની રોકડ રકમે પોલીસે પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરેલ હતી. આ બનાવ અંગેની તપાસ પી.પી.સોલંકી ચાલીવી રહી છે.