ગઢડાના ઢસા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની, પુત્રી અને સાળાનું મોત

21 February 2021 10:24 PM
Bhavnagar Gujarat Saurashtra
  • ગઢડાના ઢસા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની, પુત્રી અને સાળાનું મોત

● આઇસર ટ્રકે કારને હડફેટે લેતા અકસ્માત સર્જાયો, ડે.કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગયા : રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચ્યા ● ડે. કલેકટરના પત્ની અને પુત્રી પિયર મોખડકા ગામે ગયા હતા, જેને રાજકોટ મુકવા સાળા ધનંજ્યસિંહ ચુડાસમા કારમાં આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો : સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

(વિપુલ હિરાણી)
ભાવનગર:
ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની, પુત્રી અને સાળાનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ડે.કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા તેમજ રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડ્યા હતા.

મળતી વિગત મુજબ રાજકોમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલ જેમના પત્ની ચેતનાબેન ચારણસિંહ ગોહિલ (ઉ.વ.29) અને પુત્રી ગરીમા (ઉ.વ.5) બંને પિયર મોખડકા ગામે હતા. જેથી બહેન અને ભાણેજને મુકવા માટે ભાઈ એટલે કે ડેપ્યુટી કલેકટર ચરણસિંહના સાળા ધનંજ્યસિંહ રણજીતસિંહ ચુડાસમા(ઉ.વ.21) કારમાં રાજકોટ આવી રહ્યા હતા ત્યારે ભાવનગર - રાજકોટ હાઇવે પર માંડવા ઢસા વચ્ચે આવેલ બ્રીજ પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેયના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટના બનતા અન્ય વાહન ચાલકો અને આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફીક જામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફીક જામને હળવો કરી જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતદેહને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ડેપ્યુટી કલેકટર ચારણસિંહ ગોહિલના પરિવારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતાં જ ગઢડા મામલતદાર, ડે. કલેકટરો, ગઢડા પીએસઆઈ, તેમજ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો દોડી આવ્યા હતાં. હોસ્પિટલમાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાંના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

Related News

Loading...
Advertisement