CM રૂપાણીએ મતદાન કરી કહ્યું- ગુજરાતની 6 મહાપાલિકામાં ભાજપ ભારે બહુમતીથી જીતશે

21 February 2021 06:21 PM
Rajkot Gujarat Politics
  • CM રૂપાણીએ મતદાન કરી કહ્યું- ગુજરાતની 6 મહાપાલિકામાં ભાજપ ભારે બહુમતીથી જીતશે

આજે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રાજકોટ ખાતે તેઓએ તેમના પત્ની અંજલિબેન રૂપાણી સાથે બુથ પર પહોંચી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મતદાન કર્યું

રાજકોટઃ
રાજ્યમાં 6 મહાપાલિકાની આજે ચૂંટણી યોજાઈ. ત્યારે આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓએ રાજકોટ ખાતે પોતાના પત્ની અંજલિબેન સાથે બુથ પર આવી મતદાન કર્યું હતું. તેઓએ મતદાન બાદ મીડિયાને સમક્ષ કહ્યું હતું કે, ગુજરાતની 6 મહાપાલિકામાં ભાજપ ભારે બહુમતીથી જીતશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્યમંત્રીશ્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા. તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઇન્સ અને માર્ગદર્શિકાના પાલન સાથે આજે સાંજે મતદાન ના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ ખાતે પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

વડોદરા ખાતેની એક ચૂંટણી સભા દરમિયાન સંબોધન વખતે જ મુખ્યમંત્રી વિજયભાઈને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યાંથી તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ હતા. આજે સવારે સીએમનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવતા તેઓ આજે સાંજે પાંચેક વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા હતા અને 5:15 વાગ્યે અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. 7 જીવનનગર સોસાયટી-1, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપ્યો હતો. તેમની સાથે તેમના પત્ની અંજલિબેને પણ મતદાન કર્યું હતું.

મત આપ્યા બાદ મુખ્યમંત્રીએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, હું કોરોનાગ્રસ્ત થયા બાદ આજે રિપોર્ટ નેગેટીવ આવતા કોરોના મુક્ત થયો છું. જનતાએ કરેલી પ્રાર્થના અને શુભકામના બદલ આભાર. કોરોના સામે ગુજરાત સામુહિક રીતે કોરોના સામે લડત આપવા પ્રયત્ન કરી રહ્યું છે. રિકવરી રેટ 97.50 ટકા કરતા વધુ છે. સરકારે સારી સારવાર ઉભી કરી છે. ભગવાનનો આભાર કે મને ઝડપી સારવાર મળી અને હું ઝડપથી સ્વસ્થ થયો. અને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી સીધો રાજકોટ આવી મતદાન કર્યું. મુખ્યમંત્રીએ બાકી રહેલા મતદારોને ઝડપથી મતદાન કરી પવિત્ર ફરજ અદા કરવા અપીલ કરી હતી.

● જનતાએ ગુજરાતની પ્રતિષ્ઠા જાળવી રાખી

શાંતિપૂર્ણ રીતે મતદાન થતા મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાઓ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું તે સારી બાબત છે. ગુજરાતની જનતાએ ગુજરાતની પ્રતિષ્ઠા જાળવી રાખી છે.

● સરકારી હોસ્પિટલમાં સારી સારવાર મળે છે, મેં પણ અનુભવ કર્યો : વિજયભાઈ

મુખ્યમંત્રીએ કોરોના અંગે જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત દર્દી ઝડપથી સારવાર મેળવે, કોઈ ચિંતા કરે નહિ, કોરોના સંદર્ભમાં સરકારે સારી વ્યવસ્થા કરી છે. સરકારી હોસ્પિટલમાં સારી સારવાર મળે છે જેનો અનુભવ મેં પણ કર્યો છે. કોરોના માટે એ જરૂરી છે કે લોકો જલ્દી સારવાર મેળવે.

● વિકાસ જ મુદ્દો છે : CM

મુખ્યમંત્રીએ ચૂંટણી અંગે કહ્યું કે, કેન્દ્ર સરકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ કર્યો છે. ગુજરાતનો પણ વિકાસ થયો છે. શહેર, ગામડામાં ભાજપે શક્ય તેટલો વિકાસ કર્યો છે. ભાજપ વિકાસનો પર્યાય છે. વિકાસ જ મુદ્દો છે વિકાસને ધ્યાનમાં રાખી ભાજપ છએ છ મહાપાલિકા જીતશે. અકલ્પનિય પરિણામ હશે. પંચાયતોની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થશે. અમારું સ્લોગન છે ગુજરાત મક્કમ, ભાજપ સાથે અડીખમ એ સ્લોગન લોકોએ ફૂલફિલ કર્યું છે.

Related News

Loading...
Advertisement