રાજકોટમાં ચાલુ મતદાને ટોળું બુથમાં ઘુસી ગયુ, EVM મશીન તોડ્યું, ભારે અફરાતફરી : પોલીસની હાજરી છતાં આરોપીઓ ભાગી છૂટવામાં સફળ

21 February 2021 05:31 PM
Rajkot Crime Gujarat Politics
 • રાજકોટમાં ચાલુ મતદાને ટોળું બુથમાં ઘુસી ગયુ, EVM મશીન તોડ્યું, ભારે અફરાતફરી : પોલીસની હાજરી છતાં આરોપીઓ ભાગી છૂટવામાં સફળ

● મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં લુખ્ખાતત્વો પોલીસની હાજરીમાં આવીને EVM તોડી જાય તે શરમજનક ઘટના, મતદારોમાં ભય ફેલાવવા પ્રયાસ : કોંગ્રેસ ● મતદાન મથકના ત્રણમાંથી એક બુથમાં મતદાન અટકાવી દેવાયું, ડેમેજ EVM બદલવા કાર્યવાહી

રાજકોટઃ
રાજકોટમાં ચાલુ મતદાને ટોળું બુથમાં ઘુસી ગયુ હતું અને EVM મશીન તોડ્યું હતું. જેથી ભારે અફરાતફરી મચી ગઇ છે. નવાઈની વાત એ છે કે, પોલીસની હાજરી છતાં આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. જેથી વિપક્ષ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યું છે. કોંગી આગેવાને જણાવ્યા મુજબ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં લુખ્ખાતત્વો પોલીસની હાજરીમાં આવીને EVM તોડી જાય તે શરમજનક ઘટના, મતદારોમાં ભય ફેલાવવા પ્રયાસ થઈ રહ્યો છે.

આજે રાજકોટના 18 વોર્ડમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે મુજબ વોર્ડ નંબર 11માં આવેલી વામ્બે આવાસ યોજના સમૃદ્ધિનગરના આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ભીમરાવ પ્રાથમિક શાળા નંબર 95માં કુલ 3 બુથ આવેલા છે ત્યાં શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું હતું ત્યારે સાંજે 4:30 વાગ્યા આસપાસ કાર - બાઈક સહિત ત્રણ વાહનોમાં આવેલા સાતેક લોકોના ટોળાએ ત્રણમાંથી એક બુથમાં ઘુસી ગયા હતા અને પોલીસ, ચૂંટણી અધિકારી-કર્મચારીઓની હાજરીમાં એક ઈવીએમ તોડી ભાગી છૂટ્યા હતા.

ઘટનાને પગલે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા સહિતનો કાફલો દોડી ગયો હતો. ડીસીપીએ જણાવ્યા મુજબ સાતેક લોકો ટોળાંમાં આવ્યા હતા અને કમ્પાઉન્ડની દીવાલ કુદી પાછળના ભાગેથી બુથમાં ઘુસ્યા હતા અને ઈવીએમ ડેમેજ કરવા પ્રયાસ કર્યો હતો. હાલ ત્રણમાંથી એક બુથમાં મતદાન સ્થગિત છે. બાકીના બે બુથમાં મતદાનની પ્રક્રિયા શરૂ છે. તેમજ સમગ્ર ઘટના વીડિયોગ્રાફી દરમિયાન કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે આરોપીઓને ઝડપી લેવા તેમની શોધખોળ શરૂ કરાઇ છે.

બીજી તરફ કોંગ્રેસના યુવા આગેવાન રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કદાચ આવું સૌપ્રથમ વખત બન્યું હશે કે, મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં લુખ્ખાતત્વો પોલીસની હાજરીમાં આવીને EVM તોડી જાય છે. તે શરમજનક ઘટના છે. મતદારોમાં ભય ફેલાવવા પ્રયાસ થયો છે. તેમણે ફેર મતદાનની માંગ કરી હતી.

Related News

Loading...
Advertisement