રાજકોટના વોર્ડ નંબર 14માં 'આપ'નું બુથ ટેબલ ભાંગી નાખતા ભાજપના કાર્યકરો : મારામારીના આક્ષેપ: ડીસીપી મનોહરસિંહ જાડેજા દોડી ગયા

21 February 2021 01:33 PM
Rajkot Crime Politics
  • રાજકોટના વોર્ડ નંબર 14માં 'આપ'નું બુથ ટેબલ ભાંગી નાખતા ભાજપના કાર્યકરો : મારામારીના આક્ષેપ: ડીસીપી મનોહરસિંહ જાડેજા દોડી ગયા

અમારા વોર્ડ તેમજ બુથ તરફ આવતા મતદારોના ઘસારા જોઈને હારના ડરથી ભાજપના કાર્યકરો અમારા 'આપ'ના કાર્યકરોને ડરાવી ધમકાવી રહ્યા છીએ: શિવલાલભાઈ બારસિયા, અજિત લોખીલનો આક્ષેપ

રાજકોટ, તા.21
આજરોજ મહાનગર પાલિકાની ચુંટણી અન્વયે વોર્ડ નંબર 14 માં એટલે કે લક્ષ્મીનગર પાસે બુથ ટેબલ પાસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દર્શન કણસાગરા અને મુકેશ લાંગણેચાને ભાજપના કાર્યવારોએ મારમર્યાના આક્ષેપ થયા હતા તેમજ માર મારવા માટે ખુરશીનો ઉપયોગ કરાયો હતો તેમજ આપનું બુથ ટેબલ પણ તોડી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ડિસીપી મનોહરસિંહ જાડેજા અને નિતિનભાઈ ભારદ્વાજ બનાવ સ્થળે દોડી ગયા હતા અને બંને પક્ષે સમજાવ્યા હતા. જો કે પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.

આ બનાવ અંગે આપના ઉમેદવાર શિવલાલભાઈ બારસિયા અને અજિતભાઈ લોખીલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આક્ષેપો કરતા કહ્યું હતું કે, આજે સવારેથી જ મતદારોની ભીડ આમ આદમી પાર્ટીના બુથ તરફ વધુ આવે છે અને અમારે ત્યાં સારું મતદાન થઈ રહ્યું છે, તે જોઈને બાજુમાં જ ભાજપનું બુથ ધરાવતા લોકોને ઈર્ષા થતી હતી અને અમારા આપના કાર્યકરોને ધમકાવતા હતા જેથી તે લોકો અહીંયાથી ભાગી જાય. જોકે આ તરકીબ પાર ન પડતા ભાજપના 10 જેટલા કાર્યકરોએ હુમલો કર્યો હતો અને બનાવ બન્યા બાદ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે તપાસ કરી નહોતી. આપના શિવલાલભાઈએ કહ્યું હતું કે, અધિકારીઓ ભાજપના હાથા બની ગયા છે.

વોર્ડ નંબર 8 ના ઉમેદવારને ભાજપના પાંચેક કાર્યકરે કહ્યું કે, તમે સફેદ ટોપી ઉતારી નાખો. અને એક દાઢી વાળા શખ્સે મારમાર્યો હતો. તે લોકો પર પ્રશાસન સખત કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી. ઘવાયેલા આપના બંને કાર્યકરો મલાવીયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવા પહોંચ્યા હતાં.

Related News

Loading...
Advertisement