મોટી જાનહાની સહેજમાં ટળી : આંધ્રપ્રદેશમાં એર ઇન્ડિયાનું પ્લેન વીજ પોલ સાથે ટકરાયું

20 February 2021 09:21 PM
India
  • મોટી જાનહાની સહેજમાં ટળી : આંધ્રપ્રદેશમાં એર ઇન્ડિયાનું પ્લેન વીજ પોલ સાથે ટકરાયું

વિજયવાડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતેની ઘટના : ફ્લાઇટમાં સવાર તમામનો બચાવ

વિજયવાડા:
આંધ્રપ્રદેશમાં લેન્ડિંગ સમયે જ એક વિમાન વીજ પોલ સાથે ટકરાયું હતું. જોકે સદનસીબે તમામ મુસાફરો સલામત છે. ગન્નાારામના વિજયવાડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરતી વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ વીજ થાંભલા સાથે અથડાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન દોહાથી વિજયવાડા આવી રહ્યું હતું.

મળતી વિગત મુજબ શનિવારે સાંજે આંધ્રપ્રદેશના વિજયવાડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મોટો અકસ્માત સહેજમાં ટળી ગયો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન લેન્ડિંગ સમયે વીજ પોલ સાથે અથડાયું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 64 મુસાફરો સવાર હતા. તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, રાહતની વાત છે કે તમામ મુસાફરો સલામત છે.

એરપોર્ટ ડાયરેક્ટર જી.મધુસુદન રાવે જણાવ્યું હતું કે, ક્રૂમાં 64 મુસાફરો સહિત ક્રૂ મેમ્બર્સ પણ હતા. તે બધા સલામત છે. ઘટનાની જાણ થતાં જ તુરંત રન-વે પર ફાયર બ્રિગેડના વાહનો અને એરપોર્ટ સુરક્ષા જવાનો રવાના થયા હતા અને વિમાનમાં સવાર તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે વીજ થાંભલો પડી ગયો હતો અને પ્લેનની એક બાજુની પાંખમાં નુકસાની થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેરળમાં શારજાહની કાલિકટની ફ્લાઇટનું ઇમરજન્સી ઉતરાણ થયું હતું. વિમાનમાં તકનીકી ખામી હોવાને કારણે તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Related News

Loading...
Advertisement