કાલે બુધ ગ્રહ માર્ગી થતાં સાત રાશિઓ પર પ્રભાવ

20 February 2021 07:07 PM
Dharmik
  • કાલે બુધ ગ્રહ માર્ગી થતાં સાત રાશિઓ પર પ્રભાવ

રાજકોટ તા. ર0 : આવતીકાલ તા. ર1ના રવિવારે સવારે 6-18 મિનિટે બુધ ગ્રહ માર્ગી થઇ રહયો છે. વર્તમાનમાં બુધ ગ્રહ મકર રાશિમાં સ્થિત છે. બુધ માર્ગી થવાથી અનેક રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડશે. આ દરમ્યાન સાત રાશિઓને ખૂબ જ શાનદાર પરિણામ મળી શકે છે.


મેષ
રાશિના દસમા ભાવમાં માર્ગી બુધ વેપારમાં લાભ કરાવે. રોજગારની દિશમાં કરાતો પ્રયાસ સફળ બને. પોતાની ઉર્જા શકિતનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો સફળતા મળે. બધા સાથે સંબંધ જાળવી રાખવો. સરકારી નોકરી માટે આવેદન કરવું બહેતર રહેશે.


વૃષભ
વૃષભ રાશિના જાતકોને ભાગ્યભવનમાં માર્ગી બુધ આવતા ભાગ્યની ઉન્નતિ કરાવે. તથા ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉંડી રૂચિ રખાવે. સંતાન સંબંધી ચિંતાથી મુકિત મળે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધકોને શુભ ફળ મળે. વિદેશી કંપનીઓમાં નોકરી અથવા નાગરિકતા માટે કરવામાં આવેલ આવેદન સફળ રહે.


કર્ક
કર્ક રાશિના જાતકોને સપ્તમ ભાવમાં માર્ગી બુધ રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા જોવા મળે. શાદી-વિવાહ સંબંધિત વાતચીત સફળ રહે. સસરા પક્ષ તરફથી સહયોગ મળે સરકારી કામો ઝડપથી પૂૂરા થાય વિદેશી કંપનીઓમાં નોકરી અથવા વિદેશી નાગરિકતા માટેનું કરવામાં આવેલ અરજી સફળ રહે.


ક્ધયા
આ રાશિના જાતકોને રાશિ સ્વામી બુધનો મૂળ ત્રિકોણમાં માર્ગી થવો કોઇ વરદાનથી કમ નથી. વિદ્યાર્થીઓ માટે લાભદાયી રહે. વેપારીઓ માટે સફળતાના નવા દ્વાર ખુલે. કોઇપણ પ્રકારના અનુબંધ પર હસ્તાક્ષર કરવાના હોય તો સમય અનુકુળ છે. જમીન જાયદાદથી સંબંધિત પ્રશ્ર્નોનો ઉકેલ આવે.


વૃશ્ર્ચિક
વૃશ્ર્ચિક રાશિના જાતકોને પરાક્રમ ભાવમાં ગોચર કરતાં માર્ગી બુધ પરિવારના વરિષ્ઠ સદસ્યો તથા ભાઇઓ સાથે સ્નેહમાં વૃધ્ધિ કરે. આ રાશિના જાતકોના કાર્યોની નોંધ લેવાય. વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો માટે સમય સારો છે. લેખન ક્ષેત્રમાં રૂચિ વધે. વિદેશી કંપનીઓમાં નોકરી મેળવવાની તક રહે.


મકર
મકર રાશિના જાતકો માટે માર્ગી બુધ બધી રીતે સુખદ પરિણામ આપનારું નિવડે. વાણીની કુશળતાથી દરેક સ્થિતિને નિયંત્રિત કરી શકાશે. શાસન સત્તાનો પૂર્ણ સહયોગ મળે. સામાજીક પદ પ્રતિષ્ઠા વધે. વિદ્યાર્થીઓ તથા સ્પર્ધકો માટે સમય અનુકુળ છે.


મીન
આ રાશિને માર્ગી બુધ લાભ સ્થાનમાં આવશે જેથી આવકમાં વધારો થાય. ઉધાર આપેલી રકમ પાછી મળવાની સંભાવના છે. પરિવારના સભ્યોનો સહયોગ મળે. જમીન-જાયદાદના પ્રશ્ર્નોનો ઉકેલ આવે. સંતાન સંબંધી ચિંતાથી મુકિત મળે. સરકારી કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે.


Related News

Loading...
Advertisement