'કેજીએફ'ના સ્ટાર યશના ચાહકે તેની ઝલક મેળવવા આત્મહત્યા કરી

20 February 2021 04:21 PM
Entertainment
  • 'કેજીએફ'ના સ્ટાર યશના ચાહકે તેની ઝલક મેળવવા આત્મહત્યા કરી

યે કૈસી દિવાનગી? : ફેને સુસાઈડ નોટમાં લખ્યું: મારી અંતિમયાત્રામાં યશ અને વિપક્ષ નેતા સિદ્ધા રમૈયા આવે: ઘટનાથી યશ દુ:ખી

નવી દિલ્હી તા.20
આપણે ત્યાં ફિલ્મ સ્ટાર્સ પ્રત્યેનું ગાંડપણ એટલી હદે છે કે ફેન્સ સ્ટાર્સના મંદિર બનાવીને તેને દેવની જેમ પૂછે છે, પણ સુપરહીટ ફિલ્મ નકેજીએફથના સ્ટાર યશના ફેને તો તમામ હદ વટાવી દીધી હતી.

જીહા, યશની એક ઝલક પામવા માટે તેણે આપઘાત કર્યો હતો અને સુસાઈડ નોટમાં એવું લખ્યું હતું કે મારી અંતિમ યાત્રામાં યશ આવે. ફેનના આ કૃત્યથી યશ દુ:ખી છે. આ અંગેની વિગત એવી છે કે 25 વર્ષનો રામકૃષ્ણ કર્ણાટકના માંડયા જિલ્લાનો રહેવાસી છે, તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેણે સુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું તે યશ અને રાજયના વિપક્ષના નેતા સિદ્ધા રમૈયાનો ખૂબ મોટો ફેન છે, તેની આખરી ઈચ્છા એ છે

કે તેની અંતિમ સંસ્કારમાં યશ અને સિદ્ધા રમૈયા સામેલ થાય. યશે આ ફેનને લઈને ટવીટ શેર કરી લખ્યું છે કે અમે સ્ટાર્સ આપ્ની તાળીઓ અને સિટીઓ સાંભળીએ છીએ, તેઓ અમારી પર પ્રેમ વરસાવે છે તેમના માટે જીવીએ છીએ. મને આપ્ની પાસે આવી અપેક્ષા નહોતી. યશનું આ ટવીટ સોશ્યલ મીડીયામાં વાયરલ થયું છે. આ ઘટનાએ સૌ કોઈને હલબલાવી દીધા છે.


Related News

Loading...
Advertisement