જયા બચ્ચન મરાઠી ફિલ્મમાં ચમકશે?

20 February 2021 04:18 PM
Entertainment Top News
  • જયા બચ્ચન મરાઠી ફિલ્મમાં ચમકશે?

મુંબઈ: જયા બચ્ચન છેલ્લા કેટલાક વર્ષોથી રૂપેરી પરદે નિવૃત છે. છેલ્લે તેઓ વર્ષ 2016માં આવેલી કરીનાકપુર અને અર્જુન કપુર સ્ટારર ફિલ્મ નકિ એન્ડ કાથમાં પતિ અમિતાભ બચ્ચન સાથે મહેમાન કલાકારના રૂપમાં જોવા મળ્યા હતા. હવે એવા સમાચાર આવ્યા છે કે જયા બચ્ચન મરાઠી ફિલ્મ નએકકાથમાં ચમકી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની પુરી ભૂમિકા છે. આ ફિલ્મનું નિર્દેશન મરાઠી ફિલ્મ નિર્દેશક ગજેન્દ્ર આહીર કરી રહ્યા છે. તેમણે મરાઠીમાં નઅનુમતીથ, નગુલમહોરથ જેવી ફિલ્મો બનાવી છે. ગજેન્દ્ર આહિર જણાવે છે આ ફિલ્મ માટે જયાજી જ મારા મનમાં હતા, આમ છતાં હું તેમના ફિલ્મમાં પુન: આગમન અંગે રાહ જોઉં છું, હવે જયાજી માનશે કે નહીં માને તે મને ખબર નથી. બસ, મેં પ્રયાસ કર્યો છે.


Related News

Loading...
Advertisement