હવે સુશાંતસિંહની બાયોપીક બનશે- 'ન્યાય: ધી જસ્ટીસ'

20 February 2021 04:17 PM
Entertainment
  • હવે સુશાંતસિંહની બાયોપીક બનશે- 'ન્યાય: ધી જસ્ટીસ'

બીજાની બાયોપીક કરનારની થશે બાયોપીક!

મુંબઈ: જે ખુદ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પરની બાયોપીક ફિલ્મનો હીરો હતો તેવા સુશાંતસિંહ રાજપૂતના જીવન પરથી હવે બાયોપીક બનશે. રહસ્યમય સંજોગોમાં આપઘાત કરનાર સુશાંતની ડેથ મિસ્ટરીએ દેશભરમાં વિવાદ જગાવ્યો હતો. આ ફિલ્મનું ટાઈટલ નન્યાય-ધી જસ્ટીસથ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ વિકાસ પ્રોડકશનના બેનર હેઠળ સરલા એ સરાઓગી અને રાહુલ શર્મા કરશે. સરલા એ જાણીતા ક્રિમીનલ વકીલ અશોક સરાઓગીની પત્ની છે. આ આવનારી ફિલ્મમાં સુશાંતના રહસ્યમય મોતની યાદોને ફરી જીવંત કરશે. ફિલ્મનું નિર્દેશ દિલીપ ગુલાટી કરશે. ઝુબેર કે ખાન અને શ્રેયા શુકલા આ ફિલ્મમાં લીડ રોલમાં ચમકી રહ્યા છે. જયારે શક્તિકપુર એનસીબી ચીફ, સુધા ચંદ્રન સીબીઆઈ ચીફ, અમન વર્મા ઈડી ચીફ, અસરાની સુશાંતના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement