નબેલ બોટમથમાં અક્ષય બન્યો જાસૂસ

20 February 2021 04:11 PM
Entertainment
  • નબેલ બોટમથમાં અક્ષય બન્યો જાસૂસ

બેલબોટમથ કોરોના કાળમાં તૈયાર થયેલી બોલીવુડની એકમાત્ર ફિલ્મ : ગ્લેનહાઈજેકની રિયલ ઘટના પર આધારિત ફિલ્મ 28 મે એ થિયેટરોમાં રજુ થશે

મુંબઈ
અકકી (અક્ષયકુમાર)ના ચાહકો માટે ખુશ ખબર છે. બોલીવુડના પાવરહાઉસ તરીકે ઓળખાતા અક્ષયકુમારની વધુ એક ફિલ્મ નબેલ બોટમથની રિલીઝની તારીખ નકકી થઈ ગઈ છે, અને આગામી 28 મે એ ફિલ્મ થિયેટરોમાં રજુ થઈ શકે છે.

નબેલબોટમથનું નિર્માણ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનીષા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણીએ કર્યું છે. ફિલ્મનું નિર્દેશન રણજીત એમ. તિવારીએ કર્યું છે, જયારે અક્ષયની સાથે ફિલ્મમાં વાણીકપુર, હુમા કુરેશી, લારા દતા અને આદિલ હુસેન ચમકી રહ્યા છે.

નબેલબોટમથ એક જાસૂસી કથા આધારીત છે, જેમાં અક્ષય જાસૂસની ભૂમિકા ભજવે છે. ફિલ્મની કથા 1980ના દાયકાની શરૂમાં બનેલી પ્લેન હાઈજેકની રિયલ ઘટના પર આધારીત છે. લારા દતા પુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીનું પાત્ર ભજવે છે, જયારે વાણીકપુર અક્ષયની પત્નીનું પાત્ર ભજવે છે. નબોલબોટમથ પહેલી બોલીવુડની મુવી છે કે જેનું શુટીંગ કોરોના મહામારી દરમિયાન પૂરું થયું હતું.


Related News

Loading...
Advertisement