લે બોલ, ઉધરસ ખાતા કોરોનાના દર્દીઓથી સંક્રમણનો ફેલાવો ઓછો!

20 February 2021 02:54 PM
Health World
  • લે બોલ, ઉધરસ ખાતા કોરોનાના દર્દીઓથી સંક્રમણનો ફેલાવો ઓછો!

સ્પેનના બાર્સિલોનામાં થયેલા સંશોધનમાં ખુલાસો

નવી દિલ્હી તા.20
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોરોનાનો દર્દી ઉધરસ ખાય તો સંક્રમણનો ખતરો વધુ રહે છે પણ સ્પેનમાં થયેલા એક સંશોધનમાં એવો રસપ્રદ ખુલાસો થાય છે કે જે ઉધરસ ખાય છે તેવા કોરોના દર્દીથી સંક્રમણનો ખતરો ઓછો છે!

સ્પેનના બાર્સિલોનામાં થયેલ અધ્યયનનો રિપોર્ટ તાજેતરમાં લાન્સેટ ઈન્ફેકિસયસ ડીસીઝ જર્નલમાં પ્રકાશિત થઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે 314 કોરોનાના દર્દીઓ અને તેના 753 સંપર્કો પર થયેલા અધ્યયન બાદ આ પરિણામ બહાર આવ્યું છે. અત્યાર સુધી થયેલા અધ્યયનોમાં એ જાણવા મળ્યું છે કે જે લોકોને ઉધરસ થઈ રહી હતી, તેમનાથી કોરોનાનો ફેલાવો ઓછો થયો હતો!

આ અધ્યયનમાં એ પણ પરિણામ બહાર આવ્યું છે કે જે લોકોના શરીરમાં કોરોના વાઈરસ લોડ વધારે હતો, તે પણ વધારે સંક્રમણ ફેલાવી રહ્યા હતા, જ્યારે ઓછા વાઈરસ લોડવાળા દર્દીઓથી પ્રસાર ઓછો થયો. વાઈરસ લોડનો મતલબ શરીરમાં વાઈરસની સંખ્યાની હાજરી સાથે છે ખરેખર તો સંક્રમણ બાદ વાઈરસની લાખો કોપીઓ શરીરમાં બની જાય છે.


Related News

Loading...
Advertisement