બોટાદમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવાઈ

20 February 2021 11:57 AM
Botad
  • બોટાદમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવાઈ

બોટાદ તા.20
બોટાદમાં કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉમંગભેર ઉજવવામાં આવી, તેમાં કરણીસેના, ગૌરક્ષક સમીતી, સૂર્યસેના તથા ક્ષત્રિય સેના વગેરે સંગઠનો જોડાયા હતા.આ વિરવર મહાપુરૂષ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પ્રસંગે બોટાદ કાઠી ક્ષત્રિય (સૂર્યસેના) સેના તથા કરણી સેના તથા ગૌરક્ષકો વગેરે સંગઠનોના મહાનુભાવો જોડાયેલ તેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને બોટાદ જિલ્લા શિવસેના પ્રમુખ સામતભાઈ જેબલીયા તથા સહદેવસિંહ ગોહીલ ઉપાધ્યક્ષ શ્રી કરણીસેના તથા સૂર્યદીપસિંહ ગોહીલ મહામંત્રી તથા કૌશલ્યસિંહ સિંધવ મંત્રીશ્રી કરણી સેના વિગેરે જોડાયેલ તેમ બોટાદ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તથા ઓઢભાઈ ધાધલ ઉપાધ્યક્ષ, બોટાદ જિલ્લા શિવસેના પ્રમુખ સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement