રાષ્ટ્રદ્રષ્ટા ગુરૂ ગોલવલકરજીનો આજે જન્મદિન : પરિચય

19 February 2021 06:56 PM
Rajkot Dharmik
  • રાષ્ટ્રદ્રષ્ટા ગુરૂ ગોલવલકરજીનો
આજે જન્મદિન : પરિચય

રાજકોટ તા.19
માધવરાવ સદાશિવરાવ ગોલવલકર જન્મ સવંત 1827ની મહાવદ 11- (19 ફેબ્રુઆરી)ના દિવસે જન્મેલ થયેલ હતો. માતાનું નામ લક્ષ્મીબાઇ, પિતાનું નામ સદાશિવરાવ, બાળપણમાં લાડકુ નામ મધું. તેમને આઠ સંતાનો અકાળે મૃત્યુ પામ્યા. પુત્રનાં લક્ષણ પારણામાંથી, ‘મોરનાં ઇંડાને ચીતરવા ન પડે’ કહેવત અનુસાર એક સામાન્ય પરિવારમાં જન્મેલા શિક્ષક પિતાનાં એક માત્ર પુત્ર હતાં. આર્થિક દ્રષ્ટિથી જે મઘ્યમ વર્ગ કહી શકાય એવા પરિવારના હતા. પિતા અયાપક હોવાથી નોકરીનાં અર્થે હિન્દી ભાષી પ્રદેશોમાં જતા. ઘરમાં માતૃભાષા મરાઠી, હિન્દી અને મંગ્રેજીમાં પણ પ્રવિણ થઇ ગયા. નાનપણમાં સાત્વીક, ધર્મપરાયણ સંસ્કારો, તીવ્ર બુઘ્ધીમતા, સ્મરણશકિત, ગીતા-રામાયણ-બાઇબલનો સંપૂર્ણ અભ્યાસ આમ નાનપણથી જ પોતાની બુઘ્ધી પ્રતિમાની જલક દેખાડી હતી.
ઇન્ટર મીડિયેડ ઉતિર્ણ અંગ્રેજી વિષયમાં પ્રથમ પારિતોષીક મેળવી મેળવી દેશનાં પ્રખ્યાત કાશી હિન્દુ વિશ્ર્વ વિદ્યાલયમાં લોકપ્રિય થયા હતાં. ગ્રંથાલયમાં એકય એવું પુસ્તક નહી હોય કે જે મધુઅહે નહી વાંચેલ હોય. ગ્રંથાલયમાં એકવાર વાંચતા-વાંચતા ડંખ માર્યો હતો ત્યાં ચીરો પાડી પોટેશીયમ પરમેનેગેન્ટ પાણીમાં પગ બોળી વાંચવા માંડયા. મધુનો જવાબ હતો વીછી તો પગે કરડયો છે માથે નહી. બી.એસ.સી., એમ.એસ.સી. પાસ થયા પછી પિતાજી નિવૃત થયા. આમ ત્યારથી ઘરની જવાબદારીને લીધે કાશી વિશ્ર્વ વિદ્યાલયમાં પ્રાઘ્યાપકની નોકરી મેળવી. વિદ્યાર્થીઓના પ્રિય થઇ ગયા. આમ વિદ્યાર્થીઓ ગુરૂજી કહેતા. આમ આજે વિશ્ર્વમાં ગુરૂજી તરીકે પ્રખ્યાત થઇ ગયા અને ત્યારથી જ સંઘના સંપર્કમાં આવ્યા.
સમાજ જીવનમાં દરેક ક્ષેત્રમાં સંઘનો વ્યાપ અને પ્રભાવ વિસ્તાર્યો. દેશમાં સતત પરિભ્રમણ અને સમાજનાં અનેક પ્રભાવી લોકોનાં સંપર્કથી સંઘને એક નવી ઉંચાઇ મળી. દેશનાં અગત્યનાં આંદોલન ગૌ હત્યા વિરોધી, સ્વતંત્રતા સંગ્રામ, સ્વયંસેવકની દ્રષ્ટિ, પાકિસ્તાન સાથે યુઘ્ધમાં સ્વયંસેવકોનું યોગદાન, બંગલાદેશ વિભાજન વખતે સેનાને સહકાર, ઉપરોકત તમામ પ્રસંગો સ્વયંસેવકોનો વ્યવહાર, દેશ પ્રેમ કેવો હોવો જોઇએ આમ, ઉપરોકત આંદોલનમાં સુપર નેતૃત્વ કરી સંઘની શકિતનો પૂરા ભારતમાં પરિચય આપ્યો અને સંઘના સ્વયંસેવકોને સંસ્કાર ઘડવા માટે રોજ શાખામાં જવુ એવો આદર્શ આપ્યો હતો. સંઘનાં સ્વયંસેવકો અસ્પૃશ્યતાએ સવર્ણોનાં મનનો રોગ છે, સ્વદેશી, માતૃભાષા, અખંડ ભારત, હિન્દુ રાષ્ટ્ર, આદર્શ ભારતીય નારી આવા વિષયો પર સંઘનાં લાખો સ્વયંસેવકોને સુંદર માર્ગદર્શન આપી સતત 33 વર્ષ સુધી સંઘના સરસંઘચાલક પદે રહીને સંઘરૂપી ક્ષેત્રને વિરાટ વટવૃક્ષમાં પરિવર્તીત કરી રાષ્ટ્ર સ્વાહા ઇદમ ન મમના મંત્રને જીવન મંત્ર બનાવી લાખોનાં હૃદયમાં નવચેતના જગાવી, આમ હેડગેવાર અને ગુરૂજી એક જ જીવનના બે અંગે રહ્યા. હેડગેવાર અનુભૂતિ હતા તો ગુરૂજી તેમની જીવતી વ્યાખ્યા બની રહ્યા, જો હેડગેવાર હિન્દુધર્મી ગંગા હતા તો ગુરૂજી આ ગંગાના ભગીરથ હતાં. આમ, બંનેનું મિલન રહસ્યવાદ અને બુઘ્ધિવાદનું મિશ્રણ હતું. તે ગુરૂજીએ દિ.પ.જૂન 1973ના રોજ વસમી વિદાય લીધી.


Related News

Loading...
Advertisement