સુરતમાં રવિવારે ટ્રસ્ટો અંગે કાયદાકીય માર્ગદર્શનનો કાર્યક્રમ

19 February 2021 06:46 PM
Surat
  • સુરતમાં રવિવારે ટ્રસ્ટો અંગે
કાયદાકીય માર્ગદર્શનનો કાર્યક્રમ

પૂ. ગુરૂ ભગવંતોની પાવન નિશ્રામાં

રાજકોટ, તા. 19
સુરતમાં દયાળજી આશ્રમ, મજુરા ગેટ ખાતે અધ્યાત્મ નગરીમાં ધાર્મિક, ચેરીટેબલ ટ્રસ્ટો અંગેનો વિચાર વિમર્શનો કાર્યક્રમ તા. ર1ના રવિવારે બપોરે 11 કલાકે ગુરૂજિન સ્મરણોત્સવમાં બિરાજમાન પૂ. ગુરૂ ભગવંતોની નિશ્રામાં યોજાયો છે. આ પ્રસંગે પૂ. આચાર્ય ભગવંતો પથદર્શનીય હિત શિક્ષા ફરમાવશે. જયારે શાસન સેવક, સુશ્રાવક હિતેશભાઇ મોતા, જૈન ટ્રસ્ટો પર તોળાઇ રહેલા ભય સ્થાનો વિષેની સમજણ આપશે જયારે ટી.પી. ઓસીવાલ (સી.એ.) ટ્રસ્ટો અંગે કાયદાકીય માર્ગદર્શન તથા ટ્રસ્ટ અંગે બજેટમાં સુધારાની સમજણ પર પ્રકાશ પાડશે. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટોના અનુભવી ઓડીટર રવિન્દ્ર શાહ (સી.એ.) કરશે. તેમ શાંતિ-કનક શ્રમણોપાસક ટ્રસ્ટ અંતર્ગત અધ્યાત્મ પરિવાર દ્વારા જણાવાયુ છે.


Loading...
Advertisement