શેરબજારમાં કડાકો: સેન્સેકસ ઈન્ટ્રા-ડે 700 પોઈન્ટ ગગડયા બાદ આંશિક રિકવર

19 February 2021 06:32 PM
Business Top News
  • શેરબજારમાં કડાકો: સેન્સેકસ ઈન્ટ્રા-ડે 700 પોઈન્ટ ગગડયા બાદ આંશિક રિકવર

રાજકોટ તા.19
મુંબઈ શેરબજારમાં આજે મંદીનું મોજુ યથાવત રહ્યું હતું. સતત ત્રીજા દિવસે હેવીવેઈટ સહિતના મોટાભાગના શેરો ગગડયા હતા. સેન્સેકસમાં વધુ 600 પોઈન્ટનો કડાકો હતો. નિફટી 15000ની નીચે સરકયો હતો. શેરબજારમાં આજે માનસ મંદીનું હતું. વિશ્ર્વબજારના નબળા- નકારાત્મક અહેવાલોની અસર હતી. વિદેશી નાણાં સસ્થાઓની એકધારી લેવાલી છતાં નવા કોઈ સારા કારણોની ગેરહાજરીનો ખચકાટ હતો. કોરોનાના નવા સ્ટ્રેન વિશે ઉલ્ટાસુલ્ટા રીપોર્ટથી પણ અમુક અંશે સાવચેતી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે છેલ્લા દિવસોમાં સળંગ મંદી તેજી થઈ હોવાના કારણોસર કરેકશન સ્વાભાવિક છે. નફારૂપી વેચવાલીનું કરેકશન છે. બાકી કોઈ ગભરાટભરી વેચવાલી નથી. આવતા સપ્તાહમાં ફેબ્રુઆરી ફયુચરનો અંતિમ દિવસ આવવાનો છે તે કારણે પણ પોઝીશ હળવી કરવાનું માનસ હતું.


શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસમાં બેફામ વધેલા સરકારી કંપનીઓના શેરોમાં ગાબડા પડયા હતા. ઓએનજીસી, સ્ટેટ બેંક, પીએનબી, પાવરગ્રીડ, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક વગેરે તૂટયા હતા. આ સિવાય ટીસ્કો, ટેલ્કો, ટાઈટન, એશીયન, પેઈન્ટસ, એકસીસ બેંક, બજાજ ઓટો, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, કોટક બેંક, લાર્સન, મારૂતી, આઈસીઆઈસીઆઈ બેંક વગેરેમાં ઘટાડો હતો. ગેઈલ, હિન્દ લીવર, ડો. રેડ્ડી, રીલાયન્સ, ટીસીએસ વગેરેમાં સુધારો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ એક તબકકે 700 પોઈન્ટ ગગડીને 50624 પર સરકી ગયો હતો જે આંશિક રીકવર થઈને 365 પોઈન્ટના ગાબડાથી 50959 સાંપડયો હતો. નિફટી 122 પોઈન્ટ ઘટીને 14996 હતો જે ઉંચામાં 15144 તથા નીચામાં 50624 હતો.


Related News

Loading...
Advertisement