ગીતકાર સંતોષ આનંદની વહારે નેહા કકકર: રૂા.5 લાખ આપ્યા

19 February 2021 06:30 PM
Entertainment
  • ગીતકાર સંતોષ આનંદની વહારે નેહા કકકર: રૂા.5 લાખ આપ્યા

ગીતકારની આર્થિક હાલતથી ગાયિકા ભાવુક બની : ઈન્ડિયન આઈડલની આગામી એપીસોડમાં પ્યારેલાલ અને સંતોષ આનંદ જોવા મળશે

મુંબઈ: મનોજકુમારની ફિલ્મ ‘શોર’માં અર્થસભર અને સંવેદનશીલ ગીત એક પ્યાર કા નગ્મા હૈ...ના રચયિતા સંતોષ આનંદને ગાયિકા નેહા કકકર પાંચ લાખ રૂપિયાની મદદ કરશે. ‘ઈન્ડિયન આઈડલ’માં જજની ભૂમિકા ભજવતા નેહા કકકરે જયારે આનંદની આર્થિક સ્થિતિ ખરાબ હોવાની જાણી તો તેણે આ નિર્ણય લીધો. ઈન્ડિયન આઈડલના આગામી સપ્તાહે મ્યુઝીક ડાયરેકટર લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીના પ્યારેલાલ અને ગીતકાર સંતોષ આનંદ હાજર રહેવાના છે. સંતોષ આનંદે લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે અનેક ગીતો લખ્યા છે. જયારે નેહા કકકરને ખબર પડી કે સંતોષ આનંદની આર્થિક સ્થિતિ ખરાબ છે તો તે ખૂબ જ ભાવુક બની ગઈ હતી અને તેણે સંતોષ આનંદને રૂા.5 લાખ આપવાનો નિર્ણય લીધો હતો એટલું જ નહીં ભારતીય મનોરંજન ઉદ્યોગને પણ સંતોષજીને કામ આપવા અનુરોધ કર્યો હતો. શોના અન્ય જજ વિશાલ ડડલાનીએ પણ સંતોષજીને કહ્યું હતું કે મને કેટલાક ગીત આપશો, હું તે રિલીઝ કરીશ.


Related News

Loading...
Advertisement