હવાઇ મુસાફરોને આનંદો : આજથી રાજકોટમાં સવાર-સાંજ મુંબઇ-દિલ્હીની ડેઇલી ફલાઇટ

19 February 2021 05:29 PM
Rajkot Travel
  • હવાઇ મુસાફરોને આનંદો : આજથી રાજકોટમાં સવાર-સાંજ મુંબઇ-દિલ્હીની ડેઇલી ફલાઇટ

એક-બે નહી ચાર-ચાર વિમાનો રોજીંદા ઉડવા લાગ્યા.!:સપ્તાહમાં ત્રણ દિવસ ઉડતી એર ઇન્ડિયાની મુંબઇ ફલાઇટ હવે ડેઇલી: તમામ ફલાઇટો ફુલ થવા લાગી:ઇન્ડિગો કંપનીનાં અધિકારીઓએ એરપોર્ટ ડાયરેકટર સાથે બેઠક યોજી : સંચાલન સંભાળવા ચર્ચા-વિચારણા

રાજકોટ તા.19
કોરોના લોકડાઉન બાદ ધીમે-ધીમે શરૂ થયેલી હવાઇ સેવા હાલ ફેબ્રુઆરી માસમાં પૂર્વવત થવા લાગી છે. રાજકોટ એરપોર્ટ પર આજથી વધુ એક મુંબઇની ફલાઇટ ડેઇલી શરૂ થતા રાજકોટથી મુંબઇ-દિલ્હી જવા આવવા સવારે બે અને સાંજે બે ફલાઇટની સેવા શરૂ થતા હવાઇ મુસાફરો બિઝનેશમેનોને હવાઇ સેવાથી વધુ અનુકૂળતા આવી છે.રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડિયાની મુંબઇ-રાજકોટ ફલાઇટ સપ્તાહમાં મંગળ-ગુરૂ-શનિવારે સાંજે 19:40 આગમન અને 18:40 પ્રસ્થાન થતી હતી. આ ફલાઇટ આજે તા.19મીને શુક્રવારથી ડેઇલી શરૂ થતા મુસાફરોને સાંજના સમયે મુંબઇ જવા હવાઇ સેવામાં વધારો થયો છે. આજે પ્રથમ દિવસે આ ફલાઇટમાં 112થી વધુ મુસાફરો સાથે ફલાઇટ ફુલ રહી છે. આજે પ્રથમ દિવસે આ ફલાઇટનું આગમન દિલ્હી એરપોર્ટના ધુમ્મસનાં પગલે ફલાઇટનાં સમયમાં ફેરફાર થતાં આજે 17:10નાં બદલે રાત્રે 20:30 આગમન થનાર હોવાનું એર ઇન્ડિયાના રાજકોટ સ્થિત મેનેજર શર્માએ જણાવ્યું છે.


એર ઇન્ડિયાની ડેઇલી ફલાઇટનાો સમય મંગળ-બુધ-શનિ સાંજે 19:40 આગમન અને 20:40 પ્રસ્થાન રવિ, સોમ, બુધ, શુક્રવારે 17:10 આગમન 18:10 પ્રસ્થાન રહેશે.હાલ રાજકોટથી મુંબઇ-દિલ્હી જવા સવારે સ્પાઇસ જેટની ફલાઇટ અને બપોર બાદ સાંજે એર ઇન્ડિયાની ડેઇલી ફલાઇટ સેવા શરૂ થતા રાજકોટ એરપોર્ટ પર એક-બે નહી દરરોજ ચાર ફલાઇટનું આવાગમન શરૂ થઇ ચુકયું છે.આ ઉપરાંત ઇન્ડિગો કંપનીએ ગત જાન્યુઆરીમાં પ્રિ-સર્વે કર્યા બાદ ફલાઇટજાન્યુઆરીમાં પ્રિ-સર્વે કર્યા બાદ આજરોજ રાજકોટ એરપોર્ટના ડાયરેકટર દિગંતા બોરાહ, ઓએસડી સંજય ભુવા સહિતના અધિકારી સાથે બેઠક યોજી ફલાઇટ શરૂ કરવા ચર્ચા-વિચારણા કરી હતી સાથે મે માસ પહેલા ફલાઇટ શરૂ કરવા તત્પરતા દાખવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાજકોટને એર કાર્ગો સેવા, બેંગ્લોર ગોવા સહિતની ફલાઇટ સેવા શરૂ થનાર છે ત્યારે હાલ હવાઇ મુસાફરોનાં ઘસારાથી રાજકોટ એરપોર્ટ ફરી ધમધમવા લાગ્યું છે.


Related News

Loading...
Advertisement