યાર્ડમાં ડુંગળી ખરીદવા હવે તામીલનાડુ જેવા દક્ષિણ ભારતના વેપારીઓ આવ્યા : ભાવમાં સતત વધારા

19 February 2021 05:24 PM
India
  • યાર્ડમાં ડુંગળી ખરીદવા હવે તામીલનાડુ જેવા દક્ષિણ ભારતના વેપારીઓ આવ્યા : ભાવમાં સતત વધારા

દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોની ખરીદી : હોલસેલમાં ભાવ 700એ પહોંચતા વેપારીઓ પણ સ્તબ્ધ

રાજકોટ, તા. 19
રાજકોટ બેડી યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઇ રહી છે. યાર્ડમાં ડુંગળીનો એટલો ભરાવો થઇ ચુકયો હતો કે જેના કારણે આવક બંધ કરવા પર યાર્ડ સંચાલકો મજબુર બન્યા હતા. યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી હતી. હાલ યાર્ડમાં અન્ય રાજયોથી ડુંગળીની ખરીદી વધતા સ્થિતિ વિપરીત બની છે.યાર્ડમાં ડુંગળીની ખરીદી માટે રાજકોટ જીલ્લાના આજુબાજુના તાલુકા સહિત દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશથી પણ ખરીદી કરવા રાજકોટ યાર્ડમાં આવે છે. ત્યારે ડુંગળીની ખરીદી માટે તામીલનાડુ જેવા દક્ષિણ ભારતના વેપારીઓ પણ ખરીદી માટે આવી રહ્યા છે. એક એક અન્ય રાજયોમાંથી ડુંગળીની ખરીદી વધતા માંગમાં વધારો થયો છે. જેના કારણે ડુંગળીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છેલ્લા કેટલાક દિવસથી સતત ભાવમાં વધારો થઇ રહ્યો છે.


રાજકોટ બેડી યાર્ડમાં ભાવ વધારો થતા વેપારીઓની મુશ્કેલી પણ વધી છે. હોલસેલ ભાવ 715એ પહોંચતા વેપારીઓ પણ સ્તબ્ધ છે. વેપારીઓ નાસીકમાં ડુંગળીના પાકને નુકસાન થયુ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. જેથી રાજકોટમાંથી અન્ય રાજયોની ખરીદી વધી છે. નાસીકમાંથી ડુંગળીની ખરીદી થાય તો જ રાજકોટ યાર્ડની ડુંગળીના ભાવમાં ઘટાડો થઇ શકે છે.ડુંગળીનો ભાવ ઉંચો હોવાથી વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. હાલના સમયમાં હોલસેલ ડુંગળીનો ભાવ રૂા.200 થી 300 હોવો જોઇએ. જેને બદલે હોલસેલ ભાવ 350 થી 715 સુધીનો છે. આગામી સમયમાં નાસીકમાંથી ડુંગળી શરૂ થાય અને રાજકોટની ડુંગળીના ભાવ ઘટે તેવી આશા વેપારીઓને છે.


Related News

Loading...
Advertisement