ચીનના વુહાનમાંથી સસલામાંથી માણસમાં કોરોના ફેલાયો: WHO

19 February 2021 05:24 PM
World
  • ચીનના વુહાનમાંથી સસલામાંથી માણસમાં કોરોના ફેલાયો: WHO

સસલા અથવા ઉંદર જેવા જીવો દ્વારા માણસ સુધી વાયરસ પહોંચી ગયો: ગહન અભ્યાસ શરૂ કરાયો

નવીદિલ્હી, તા.19
કોરોના વાયરસ સંક્રમણના કેન્દ્ર અને તેના પ્રસારનું કારણ શોધી રહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મોટો ખુલાસો કર્યો છે. ડબલ્યુએચઓના નિષ્ણાતોનું કહેવું છે કે તેની તપાસમાં એવી વાત સામે આવી છે કે ચીનના વુહાન શહેરમાંથી જ વાયરસ દુનિયાભરમાં ફેલાયો છે. તેમને એ વાતના સંકેત પણ મળ્યા છે કે ચીનના વુહાનમાં વેચવામાં આવતાં સસલાં અને ઉંદરની પ્રજાતિના અમુક અન્ય જીવો દ્વારા વાયરસ માણસમાં ફેલાયો હતો.


વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે કે આખી દુનિયામાં આ જીવો દ્વારા જ કોરોના ફેલાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ લાંબા સમયથી કોરોનાના કેન્દ્ર વિશે ભાળ મેળવવામાં લાગેલી છે. આ ઉપરાંત એવું જાણવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે કે અંતે વાયરસ પેદા કેવી રીતે થયો અને આખી દુનિયામાં કઈ રીતે ફેલાઈ ગયો ?


જો કે નિષ્ણાતોનું કહેવું એવું પણ છે કે હજુ વુહાનના એનિમલ માર્કેટમાં આ જીવોના સપ્લાયર્સની તપાસ કરવાની પણ જરૂર છે. તેમનું કહેવું છે કે હજુ એ વાતની તપાસ કરવાની જરૂર છે કે અંતે આ માર્કેટમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે કયા જીવતિ અથવા મૃત જાનવરોને વેચવામાં આવ્યા હતા. જો કે યુરોપમાં કેસો સામે આવ્યા બાદ ચીને મોટાપાયે ટેસ્ટીંગ કર્યું હતું. ગત સપ્તાહે જ ડબલ્યુએચઓના નિષ્ણાતોની ટીમ ચીનથી પરત ફરી છે. ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ નિષ્ણાતોની ટીમે જણાવ્યું હતું કે લેબમાંથી વાયરસ ફેલાવાની વાત માની શકાય તેવી નથી.


વુહાનની એનિમલ માર્કેટમાંથી જ વાયરસ ફેલાયો છે તે વાત પણ સ્પષ્ટ નથી. એટલું જ નહીં પ્રારંભીક રિપોર્ટમાં ચામાચીડીયા દ્વારા કોરોના ફેલાયાનો દાવો કરાયો હતો પરંતુ નિષ્ણાતોના મતે હજુ એ વાતના પણ કોઈ સંકેત મળ્યા નથી.


Related News

Loading...
Advertisement