રાણપુરમાં એસ.ટી. સુવિધા આપવા માંગ

19 February 2021 01:19 PM
Botad
  • રાણપુરમાં એસ.ટી. સુવિધા આપવા માંગ

બોટાદ તા. 19 : બોટાદ જીલ્લાના રાણપુરમાં એસટી સુવીધા ખુબ જ ઓછી છે. અહીં આઇટીઆઇ રાણપુર શહેરથી 18 કીમી દુર બનાવવામાં આવેલ છે. જયાં વિધાર્થીઓને આવવા જવા માટે કોઇ સુવિધા નથી. એસટી બસની સુવીધા આપવામાં આવે તો વિધાર્થીને અપ-ડાઉન કરવામાં સરળતા રહે. બોટાદ-રાણપુર બસ દર 1 કલાકે દોડાવી જોઇએ. જે વાયા કુંડલી રાજપરા થઇ ચાલે જેથી આઇટીઆઇના વિધાર્થીઓને સગવડ રહે. તથા વિધાર્થી બહેનોને બસના પાસ કાઢી આપવામાં આવે. કુંડલી ગઢડા-બોટાદ રાણપુર ઇન્ટરસીટી શરુ કરવામાં આવે અને તે દર કલાકે મળે તેવી માંગ થઇ છે.


Loading...
Advertisement