ઇન્ડિગો એર લાઇન્સની ટીમ ફરી રાજકોટમાં: એપ્રિલના અંતમાં ફલાઇટ શરૂ કરવાનો ટાર્ગેટ

18 February 2021 06:27 PM
Rajkot Travel
  • ઇન્ડિગો એર લાઇન્સની ટીમ ફરી રાજકોટમાં:
એપ્રિલના અંતમાં ફલાઇટ શરૂ કરવાનો ટાર્ગેટ

અગાઉ પ્રિ-સર્વે બાદ ઇન્ડિગોનાં અધિકારીઓની એરપોર્ટ ડાયરેકટર સાથે બેઠક યોજાશે

રાજકોટ તા.18
કોરોના સંક્રમણના ઘટાડા સાથે રાજકોટથી દિલ્હી-મુંબઇ હવાઇ સેવામાં મુસાફરોની સંખ્યામાં વધારો થતાં રાજકોટની હવાઇ સેવામાં વધારો થતા આવતી કાલથી એર ઇન્ડિયાની મુંબઇ ફલાઇટ ડેઇલી ઉડ્ડયન શરૂ થનાર છે. ત્યારે મુસાફરોના ટ્રાફીકને ઘ્યાને લઇ ઇન્ડિગો એર લાઇન્સ કંપનીના અધિકારીઓની ટીમ રાજકોટ આવી રાજકોટ એરપોર્ટ ડાયરેકટર સાથે બેઠક યોજી ફલાઇટ શરૂ કરવા તત્પર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના વિવિધ સંગઠનોએ એરપોર્ટ ડાયરેકટર દિગંત બારોહને વિમાની સુવિધા વધારવા બાબતે રજુઆત કરી હતી. જે ઘ્યાને ડાયરેકટર દિગંત બોરાહ દ્વારા ઇન્ડિગો કંપનીને સંચાલન કરવા જણાવતા ઇન્ડિગો એર લાઇન્સ કંપનીએ ગત જાન્યુઆરી માસમાં પ્રિ-સર્વે હાથ ધર્યો હતો અને મે માસથી સંચાલન શરૂ કરવા સહમતી આપી હતી.
ત્યારબાદ ફરી ઇન્ડિગો કંપનીના અધિકારીઓની ટીમ રાજકોટ આવી એરપોર્ટ ડાયરેકટર સાથે બેઠક કરશે. ઇન્ડિગો કંપની એપ્રિલના અંતિમ દિવસો અથવા મે માસના પ્રારંભમાં ફલાઇટ શરૂ કરવા તત્પર હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ ફેબ્રુઆરી માસના અંતિમ દિવસોમાં એર કાર્ગો શરૂ સેવા શરૂ થવાની પુરી શકયતા હોવાનો નિર્દેશ એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરાહ આપી ચુકયા છે. ત્યારે રાજકોટથી બેંગ્લોરની ફલાઇટ પણ આગામી તા.24મીથી શરૂ થતા રાજકોટથી હવાઇ સેવામાં વધારો થવાનો છે.


Related News

Loading...
Advertisement