શેરબજારમાં વધુ 380 પોઈન્ટનું ગાબડુ: સરકારી બેંકો-કંપનીઓના શેરો વધ્યા

18 February 2021 05:06 PM
Business
  • શેરબજારમાં વધુ 380 પોઈન્ટનું ગાબડુ: સરકારી બેંકો-કંપનીઓના શેરો વધ્યા

રાજકોટ તા.18
મુંબઈ શેરબજારમાં આજે પણ મંદીનો માહોલ યતાવત રહ્યો હોય તેમ હેવીવેઈટ શેરો વધુ તૂટતા સેન્સેકસમાં 400 પોઈન્ટનો કડાકો સર્જાયો હતો. શેરબજારમાં આજે શરુઆત પોઝીટીવ ટોને થઈ હતી. વિશ્વબજારોની તેજી તથા વિદેશી નાણા સંસ્થાઓની સતત ખરીદીના પ્રભાવ હેઠળ પસંદગીના શેરો લાઈટમાં હતા. પરંતુ ઉંચામથાળે નફારૂપી વેચવાલીનું દબાણ શરુ થઈ જતા ટોચના લેવલ ટકી શકયા ન હતા. સમગ્ર માર્કેટ નીચે સરકવા લાગ્યુ હતું અને મંદી રેડઝોનમાં આવી ગયુ હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માનસ પોઝીટીવ જ છે છતાં અત્યાર સુધી સળંગ તેજી થઈ હોવાથી કરેકશન છે. કોરોનાના નવા સ્ટ્રેન તથા મહારાષ્ટ્રમાં વધતા કેસોની પણ આંશિક ચિંતા છે. માર્કેટની નજર ફરી એક વખત કોરોના પર તકાઈ શકે છે.


શેરબજારમાં હેવીવેઈટ શેરો ગગડવા છતા સરકારી બેંક શેરોમાં સતત ઉછાળો હતો. સેન્ટ્રલ બેંક, બીઓબી, પીએનબી, સ્ટેટ બેંક, યસ બેંક વગેરેમાં સુધારો હતો. ઓએનજીસી, ગેઈલ, ભારત પેટ્રો, ઈન્ડીયન ઓઈલ, ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ ઈન્ફોસીસ, પાવરગ્રીડ વગેરેમાં સુધારો હતો. બજાજ ફાઈનાન્સ, નેસ્લે, એચડીએફસી, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, રીલાયન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, મહીન્દ્રા, ટીસીએસ, ટાઈટન વગેરેમાં ગાબડા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 380 પોઈન્ટના કડાકાથી 51324 બંધ આવ્યો હતો. જે ઉંચામાં 51903 તથા નીચામાં 11186 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 90 પોઈન્ટ ગગડીને 15118 હતો જે ઉંચામાં 15250 તથા નીચામાં 15078 હતો.લીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


Related News

Loading...
Advertisement