હાપા-મડગામ અને પોરબંદર-સિકંદરાબાદ વચ્ચે દોડશે સ્પેશ્યલ ટ્રેન

18 February 2021 02:03 PM
Rajkot Travel
  • હાપા-મડગામ અને પોરબંદર-સિકંદરાબાદ વચ્ચે દોડશે સ્પેશ્યલ ટ્રેન

રાજકોટ તા.17
પશ્ચિમ રેલવેએ હાથા મડગામ તથા પોરબંદર સિકંદરાબાદ વચ્ચે બે સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવા નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફ જણાવે છે કે ટ્રેન નં.02908 હાપા મડગાંવ સુપર ફાસ્ટ સ્પેશ્યલ દર બુધવારે 21.40 કલાકે હાપાથી ઉપડશે અને બીજા દિવસે 21:00 કલાકે મડગામ પહોંચશે. આ ટ્રેન 24 ફેબ્રુઆરીથી આગામી સૂચના સુધી દોડશે.


આ જ રીતે ટ્રેન નં.02907 મડગામ-હાપા સુપર ફાસ્ટ સ્પેશ્યલ દર શુક્રવારના મડગામથી 11:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 9:3પ કલાકે હાપા પહોંચશે. આ 26 ફેબ્રુઆરીથી આગામી સૂચના સુધી દોડશે. આ ટ્રેન બંને બાજુ રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઇ રોડ, પનવેલ, ખેડ, રત્નાગીરી, કુડલ અને થિવિમ સ્ટેશનો પર ઉભી રહેશે.


ટ્રેન નં.09204 પોરબંદર-સિકંદરાબાદ સ્પેશ્યલ દર મંગળવારે 00:50 કલાકે, પોરબંદરથી દોડશે અને બીજા દિવસે 8:20 કલાકે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. આજ રીતે ટ્રેન નં.09203 સિકંદરાબાદ-પોરબંદર સ્પેશ્યલ દર બુધવારે સિકંદરાબાદથી 15:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:05 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 24 ફેબ્રુઆરીથી દોડશે. આ ટ્રેન બંને બાજુ જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સૂરત, વલસાડ, વાપી, બોઇસર, વસઇ રોડ, ભિવંડી, કલ્યાણ, પુણે, દૌડ, સોલપુર, કાલાબુરગી, વાડી, તંદુર અને બેગમપેટ સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનને 09204 પોરબંદર-સિકંદરાબાદ સ્પેશ્યલની બુકીંગ 20 ફેબ્રુઆરીથી અને ટ્રેન નં.2908 હાપા-મંડગામ સુપર ફાસ્ટ સ્પેશ્યલની 21 ફેબ્રુઆરીથી શરૂ થશે.


Related News

Loading...
Advertisement