નવી ટેકનિક સાઉન્ડ બબલ; હવે હેડફોનની જરૂર નહીં પડે!

18 February 2021 11:37 AM
India Technology
  • નવી ટેકનિક સાઉન્ડ બબલ; હવે હેડફોનની જરૂર નહીં પડે!

ઈઝરાયેલ બીમીંગ ટેકનીકથી અદભુત સ્પીકર બનાવ્યું:ઈયરફોન વિના અવાજ માત્ર આપને જ સંભળાશે, બાજુમાં બેઠેલાને નહીં!

જેરુસલેમ (ઈઝરાયેલ) તા.18
કોઈ ઓફિસ મીટીંગ દરમિયાન કે કોઈ પસંદગીની ફિલ્મ જોવા દરમિયાન દરેક વ્યક્તિ અંગતતા ઈચ્છે છે, સ્પષ્ટ અવાજ સંભળાયા અને આ સિવાય એ પણ ખ્યાલમાં રાખવામાં આવે છે કે અન્ય કોઈ વ્યક્તિ સાંભળી ન શકે.


આ પ્રાઈવસીને યથાવત રાખવા માટે લોકો મોંઘામાં મોંઘા હેડફોન અને ઈયરફોનનો ઉપયોગ કરે છે. પરંતુ નવી સાઉન્ડ બીમીંગ ટેકનીક હવે ઈયરફોનની જરૂરિયાત ખતમ કરી દેશે. ખરેખર તો ઈઝરાયેલના એક ટેક સ્ટાર્ટ અપે ખાસ ‘સાઉન્ડ બબલ’ બનાવનાય સ્પીકર સિસ્ટમ તૈયાર કરી છે. આ સાઉન્ડ બબલ યુઝરને ઓડિયો સાંભળવા દરમિયાન હેડફોન જેવી જ પ્રાઈવસી આવશે પણ તેના માટે હેડફોન પહેરવાની જરૂર નહીં પડે.


ખરેખર તો સાઈ-ફાઈ ટેકનીક ઈયરફોનની જગ્યાએ અલ્ટ્રા સોનિક તરંગોનો ઉપયોગ કરે છે. અર્થાત આ તરંગોના માધ્યમથી ઓડિયો આપના કાન સુધી પહોંચે છે. આ ટેકનીકની કમાલને આવી રીતે સમજી શકાય કે આપ આપના ફોન પર કે લેપટોપ પર કોઈ ઓડીયો પ્લો કરો છો અને ઈયરફોન લાગાવ્યા વિના પણ તરંગોથી અવાજ માત્ર આપના જ કાન સુધી જશે, આપની બાજુમાં બેઠેલી વ્યક્તિને કંઈ પણ નહીં સંભળાય...

આસપાસના શોરને પણ આપ સાંભળી શકશો
આ ટેકનીકને ‘સાઉન્ડ બીમીંગ’ નામ આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે આપ પાછળ, નીચે અને આપની આસપાસથી આવતો શોર સાંભળી શકશો, જયારે અન્ય લોકોને તેનો અવાજ નહીં સંભળાય. આ ટેકનીકને રજૂ કરનાર ટેક સ્ટાર્ટઅપ નોવેટોના સીઈઓ ક્રિસ્ટોફ રામસ્ટીને જયારે આ ટેકનીકને વિકસીત કરવાની કલ્પના કરી તો તેને શબ્દોમાં બીજાની સામે રજૂ કરવા અને સમજાવવું મુશ્કેલ લાગતું હતું.


Related News

Loading...
Advertisement