ડિજીટલ કરન્સી બીટકોઈન હવે નવા નવા રેકોર્ડ બતાવી રહી છે અને તેવો ભાવ પ્રતિ બીટકોઈન 51413 ડોલર પહોંચી ગયા છે જે મંગળવારની કિંમત કરતા 6%નો વધારો દર્શાવે છે. ભારત જેવા દેશમાં હવે બીટકોઈને ધ્યાન નહી કરાય તેવા સકેત છે અને તેથી તેની માંગ વધી છે. ઉપરાંત ટેસ્લાએ હવે 1.5 બિલીયન ડોલરના બિટકોઈન ખરીદ્યા હતા અને કંપનીએ વધુ 600 મિલિયન ડોલરના બોન્ડ વેચી બીટકોઈન ખરીદશે તેવા સંકેત છે અને હવે સંસ્થાકીય રોકાણકારોમાં પણ બીટકોઈનમાં મોટાપાયે રોકાણ કરવા જઈ રહ્યા છે.