નવી દિલ્હી: ટવીટરે હવે એક નવી સેવા શરુ કરી છે. તમો ટવીટની સાથે એક ઓડીયો સંદેશ પણ મોકલી શકશો.ભારતીય યુઝર્સ માટે ડાયરેકટ મેસેજમાં વોઈસ મેસેજ સેવાઓ પણ શરુ કરી છે. જો કે હાલ તે ટેસ્ટીંગ તબકકે છે અને ધીમે ધીમે તમામ યુઝર્સ સુધી પહોંચી જશે. અગાઉ બ્રાઝીલ અને જાપાનમાં આ ફિચર્સ રિલીઝ થયું હતું. જો કે ડેસ્કટોપ ટવીટરમાં આ સુવિધાનો હજું ઉપયોગ થઈ શકશે નહી. આ મેસેજ મોકલવા માટે તમો તેમાં ખાસ બટનથી રેકોર્ડ કરી શકશો અને મેળવનાર ને મેસેજની સાથે પ્લે પોઝનું બટન પણ મળશે. જો કે આ મેસેજ તમો એપ. વગર પણ સાંભળી શકશો. ટવીટરે જણાવ્યું કે અભિવ્યક્તિની આઝાદીનું આ એક નવું માધ્યમ બની રહેશે.