સ્પેન તા.17
હાલના એક સંશોધનમાં એ બાબત બહાર આવી છે કે હૃદયરોગ મસ્તિષ્કની ક્ષમતાને અસર કરે છે.જેની વર્ષો પહેલા શરૂઆત થઈ જાય છે. બાર્સીલોના સેંટેટા બ્રેન રિસર્ચ સેન્ટરની સાથે એન્ટેન્ડર બેકીની ભાગીદારીમાં નેશનલ સેન્ટર ફોર કાર્ડીયો વાસ્કયુલર રિસર્ચમાં કરવામાં આવેલ અધ્યયનમાં સંશોધકોએ મધ્ય વય દરમ્યાન હૃદય રોગોના લક્ષણોની હાજરીથી પહેલા મસ્તિષ્ક મેટા બોલીઝય, હૃદય જોખમી અને એથોરોસલેરોસિસ વચ્ચે એક સબંધની ઓળખ કરી છે.
ડીપેંશીયાથી બચાવમાં મદદરૂપ
અધ્યયનનો રિપોર્ટ જર્નલ ઓફ ધી અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશીત થઈ છે. આ અધ્યયન એટલા માટે પણ મહત્વનું છે. કારણ કે તે જણાવે છે કે હૃદય રોગમાં એક પરિવર્તનીય સ્થિતિમાં હસ્તક્ષેપ ડીમેન્શિયાને રોકી શકે છે. ડિમેન્શીયા એક એવી બિમારી છે. જેનો હાલમાં કોઈ ઈલાજ નથી.
જાગૃતિ વધારવામાં મદદરૂપ
માઉન્ટ સિનાઈ હોસ્પીટલનાં ફીઝીશ્યન ઈન ચીફ અને પ્રમુખ અધ્યયનકર્તા ડો.વેલેન્ટાઈન ફસ્ટરનાં અનુસાર દરેક પોતાની સાર સંભાળ રાખવાનાં મહત્વને સારી રીતે સમજે છે અને જાણો છે કે હૃદય રોગના હુમલાથી બચવા માટે હૃદયનાં જોખમના કારકોને નિયંત્રીત કરવા જરૂરી છે.