માત્ર એક કિલકથી પૂરી થશે નોકરીની શોધ

15 February 2021 06:45 PM
Rajkot Technology
  • માત્ર એક કિલકથી પૂરી થશે નોકરીની શોધ

સોશ્યલ મીડિયાથી માત્ર સમય જ બરબાદ થતો નથી, અહીં મનગમતી નોકરીની શોધ પણ પુરી થાય છે

રાજકોટ તા. 15 : શું તમે એ લોકોમાં સામેલ છો જે સોશ્યલ મીડિયાને માત્ર સમયની બરબાદી અને મોજ મસ્તીનો મંચ સમજો છો ? એવું તો નથી ને કે આપને તેના તમામ ફાયદાઓની જાણકારી જ નથી. જો હા હોય તો તેના બારામાં તમારે એકવાર ફરીથી વિચારવાની જરુર છે. તમે આ સોશ્યલ મીડિયાનો ઉપયોગ તમારી કારકીર્દિને નિખારવા માટે પણ કરી શકો છો.


કદાચ તમને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે આજના સમયમાં નોકરીની બાબતે સોશ્યલ મીડિયા એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. ખાસ કરી ત્યારે જયારે તમે કોઇ નોકરીની શોધમાં હો. અસલમાં એક સરસ અને સાચુ નેટવર્ક તમારી ભૂમિકાને અને નિખારવામાં મદદ કરી શકે છે. કારણકે તેથી કામ કરવાનો નવો અંદાજ અને નવો અવસર મળે છે. નેટવર્કિંગનો લાભ તમને જોબ ઓપનિંગ, કાર્ય અનુભવ અને લક્ષ્યની જાણકારીને આદાન-પ્રદાન કરવામાં મળે છે.


આંકડા
છેલ્લા કેટલાક વર્ષોથી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાની સંખ્યામાં ખાસ્સી એવી વૃધ્ધિ થઇ છે. ઉદાહરણરૂપે જોઇએ તો લિંકડઇનના  50 કરોડ, ફેસબુક પર 187 કરોડ અને વોટસઅપના 100 કરોડથી વધારે યુજર્સ છે. આટલી વિશાળ સંખ્યાની સાથે સોશ્યલ મીડિયા કોઇ સંદેહ વગર તમને તમારી કેરિયરની સફળતાને આગળ લાવવા માટે એક શાનદાર મંચ પ્રદાન કરે છે. કારણકે અહીં તમે વિભિન્ન વ્યાવસાયિક ક્ષેત્રોના અનેક પેશેવરો સાથે જોડાઇ શકો છો.


કૌશલ બતાવો
આજના સમયમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં નોકરી મેળવવા અને દેનારા બંનેની તલાશ સરળ થઇ ગઇ છે. એવામાં બ્લોગ કે એક સરસ વેબસાઇટનો ઉપયોગ કરવો ફાયદાકારક બની શકે છે. સોશ્યલ મીડિયા દ્વારા બહેતર કનેકશનને તપાસવુ અને કેરિયરને લઇને દરેક પ્રકારની જાણકારી મેળવો. તમે આ નેટવર્કથી પોતાનો બીઝનેશ, કેરિયર, પર્સનલ ગ્રોથ અને જાણકારીને વધારી શકે છે. એક એકટીવ નેટવર્કિંગથી તમે નોકરીના નવા અવસરો સુધી તમારી પકડ બનાવી શકો છો. યાદ રાખો સરસ નેટવર્કીંગ આજના સમયમાં કેરિયરને આગળ વધારવા માટે જરુરી છે.


પ્રોફેશ્નલ પ્રોફાઇલ
સોશ્યલ મીડિયા દ્વારા પોતાની કેરિયર બનાવવા માટે એક સરસ પ્રોફાઇલ પણ હોવી જરુરી છે. જો સમય-સમય પર પોતાના એકાઉન્ટ અપડેટ કરતા રહેશો તો તેનાથી તમે ખુદને પ્રોફેશ્લ દેખાડી શકો છો. તમારા ક્ષેત્રના વિશેષજ્ઞ લોકો તમારી પ્રોફાઇલમાં ત્યારુ રુચિ દેખાડશે જયારે તેમને તમારું પ્રોફાઇલ આકર્ષક લાગશે. આ રીતે તમારા માટે કોઇપણ નોકરી શોધવી આસાન થઇ શકે છે. જો તમે હજુ સુધી તમારો સોશ્યલ મીડિયા એકાઉન્ટ અપડેટ કર્યો નથી તો આજે જ કરી લેજો.


આત્મવિશ્ર્વાસમાં વધારો
તમે કોઇપણ ક્ષેત્રમાં કામ કરી રહયાં હો પરંતુ તમારા માટે સૌથી જરુરી છે આત્મવિશ્ર્વાસનું હોવું. આ એક જ માર્ગ છે પોતાના સંપર્ક સૂત્રો પર પોતાની ઉંડી છાપ છોડી શકવાનો. જો તમે કોઇ પ્રોફેશ્નલ નેટવર્કની સાથે વાતચીત કરો છો તો તમારો આત્મવિશ્વાસ સ્વયં વધી જશે. તમે જેટલો વધારે નેટવર્ક વધારશો તેટલો જ સ્થાયી કનેકશન બનાવવામાં તૈયાર થઇ જશે. આત્મ વિશ્ર્વાસને વધારવા માટે તમને ઇન્ટરનેટના માધ્યમથી વિશેષજ્ઞોના વિચારો વાંચી શકો છો અથવા પુસ્તકો દ્વારા ઉતમ જ્ઞાન જ તમારા આત્મ વિશ્વાસથી પરિપૂર્ણ કરે છે.


સંપર્ક
સોશ્યલ મીડિયા વિભિન્ન ક્ષેત્રથી જોડાયેલો અનુભવી લોકોથી સંપન્ન છે. જરુરત છે માત્ર સાચી વ્યકિતને શોધ કરવાની. જો તમે નોકરીની શોધના ઉદેશ્યથી સોશ્યલ મીડિયા પર પ્રોફાઇલ બનાવી રહયાં છો તો કોઇપણ નિજી જાણકારી ત્યાં મુકશો નહી. માત્ર પોતાના કેરીયરના વિષયમાં જાણકારી લો. લોકો સાથે સાચા ઢંગથી પ્રોફેશ્નલ અંદાજમાં વાતચીત કરવી જેથી સામેની વ્યકિત તમારી યોગ્યતાને સમજવા ઉપરાંત એ પણ જાણી શકે કે તમે કેટલા ગંભીર છો.


Related News

Loading...
Advertisement