મુંબઈ:
કેટલાક દિવસો પહેલા સલમાનખાન ‘બિગબોસ’ છોડી દેવાનો હોવાની ચર્ચા ઉઠી હતી, હવે તેનું રહસ્ય બહાર આવ્યું છે. ‘બીગબોસ’ ને તેની ફી ઓછી લાગે છે. દબંગ સ્ટારે જણાવ્યું હતું કે તે ‘બિગબોસ’માં 15મી સીઝનમાં પાછો ફરી શકે છે પણ એક શરત છે, મારી ફી 15 ટકા વધારવામાં આવે. હાલ ‘બીગબોસ’ની 14મી સીઝન સલમાનખાન હોસ્ટ કરી રહ્યો છે. 14મી સીઝન ફાઈનલની નજીક છે ત્યારે દર્શકો બિગબોસના વિજેતાની જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યા છે. શોની શરૂઆતમાં સલમાન શોના ક્રુ મેમ્બર્સને પૈસા અને ચેક નહીં મળવાથી પરેશાન હતો. તેણે જણાવ્યું હતું કે મારી ભાવનાઓ મિકસ હતી- કભી ખુશી કભી ગમ, સલમાને જણાવ્યું હતું કે આ શો બાદ તે કેટલીક ફિલ્મોમાં કામ કરનાર છે. અલબત, ‘બીગબોસ’ને ફરી હોસ્ટ કરવા માટે સલમાનખાને પોતાની ફી માટે નિર્માતા પાસે 15 ટકાનો વધારો માંગ્યો છે. સલમાને કહ્યું હતું- હું તો આવીશ, આવીશ જ પણ જો આ લોકોએ મારું વેતન 15 ટકા વધાર્યું તો!