વડોદરામાં દેકારો કરતાં ભુંગળાવાળા 12 બુલેટ ડીટેઈન કરાયા

15 February 2021 12:55 PM
Vadodara
  • વડોદરામાં દેકારો કરતાં ભુંગળાવાળા 12 બુલેટ ડીટેઈન કરાયા

27 બુલેટ ચાલકો પાસેથી રૂા.27000 નો દંડ વસુલતી ટ્રાફીક પોલીસ

વડોદરા તા.15
વડોદરામાં પોલીસે અવાજનું પ્રદુષણ ફેલાવતા 12 બુલેટ ડીટેઈન કર્યા છે. જયારે 27 બુલેટ ચાલકો પાસેથી રૂા.27000 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.અગાઉ ગુજરાતનાં વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને એક પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યા મુજબ કેટલાંક શખ્સો બુલેટ બેફામ ચલાવી અવાજનું પ્રદુષણ ફેલાવે છે. આવુ રાજયના અનેક શહેરોમાં જોવા મળ્યુ છે. ગંભીર બાબત પર ખુદ રાજયનાં મંત્રીએ ગૃહમંત્રીનું ધ્યાન દોરતા હવે પોલીસ પણ એકશનમાં આવી છે. વડોદરા શહેર ટ્રાફીક પોલીસે મોટો અવાજ થાય તેવા આઈલેન્સર લગાવી બુલેટ પર બેફામ સ્પીડથી નિકળતા ચાલક સામે કાર્યવાહી કરી હતી.જેમાં 12 બુલેટ ડીટેઈન કર્યા હતા. જયારે 27 બુલેટ ચાલકોને દંડ ફટકારી રૂા.27000 વસુલ કર્યા હતા. હવે રાજયોનાં અન્ય શહેરોમાં પણ અવાજનું પ્રદુષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી થઈ શકે છે.


Loading...
Advertisement