હવે ગુગલ મેપને મળશે છુટ્ટી! ટુંક સમયમાં દેશને મળશે સ્વદેશી નેવિગેશન એપ

13 February 2021 10:55 AM
India Technology Top News
  • હવે ગુગલ મેપને મળશે છુટ્ટી! ટુંક સમયમાં દેશને મળશે સ્વદેશી નેવિગેશન એપ

આત્મ નિર્ભરતા પર ભારતનું મોટુ કદમ:ઈસરોએ કર્યુ એલાન: આ એપમાં ભારતની એકતા અને અખંડતાનો ખાસ ખ્યાલ રખાશે

નવી દિલ્હી તા.13
હવે ટુંક સમયમાં ગુગલ મેપની છુટ્ટી થઈ જશે અને ભારતને ખુદની નેવીગેશન એપ મળી જશે સાથે સાથે મેપીંગ પોર્ટલ અને ભૂ સ્થાનિક ડેટા સર્વીસ પણ ઉપલબ્ધ થશે.જીહા, ઈન્ઠડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ લોકેશન એન્ડ નેવીગેશન ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર Mapmyindia સાથે મળીને એક ભાગીદારી કરી છે જે ભારતને સ્વદેશી નેવિગેશન ઉપલબ્ધ કરાવશે.ખફાળુ Mapmy inDia  ના સીઈઓ અને એકઝીકયુટીવ ડાયરેકટર રોહન વર્માએ જણાવ્યં હતું કે ઈસરો તરફથી સેટેલાઈટ ઈમેજ અને ઓબ્ઝર્વેશન ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે જયારે મેપ ઈન્ડીયા ડીઝીટલ રીતે સર્વીસ ઉપલબ્ધ કરાવશે. તેમણે જણાવ્યુ હતું કે આ બાબત આત્મ નિર્ભર ભારત અભિયાનમાં માઈલ સ્ટોન બની રહેશે. આ પરિસ્થિતિમાં યુઝરને નેવિગેશન સર્વીસ મેપ અને ભુસ્થાનિક સેવાઓ માટે વિદેશી સંસ્થાઓ પર નિર્ભર નહી રહેવુ પડે એટલે કે ગુગલ મેપ કે ગુગલ અર્થની જરૂર નહી રહે.


ઈસરોનાં અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ મેપ ઈન્ડીયા સાથે ભાગીદારી કરી છે તેમાં ગફદશભ, ઇવીદફળ જેવી સ્વદેશી સર્વીસની પણ મદદ લેવામાં આવશે.શું ખાસ હશે આ એપમાં? તે ગુગલથી અનેક રીતે મહત્વની હશે. તેમાં ભારત સરકારના દિશા નિર્દેશનાં આ ઘોર સીમાવર્તી વિસ્તારોને દર્શાવવામાં આવશે. તેમાં ભારતની એકતા, અખંડતાનો ખાસ ખ્યાલ રખાશે. તેમા રીયલ સેટેલાઈટ ઈમેજ મળશે જે ઈસરો તરફથી ઉપલબ્ધ કરાશે. સ્વદેશી નેવીગેશન એપ બિલકુલ મફત હશે તે કોઈ વિજ્ઞાપન બિઝનેસ મોડેલ સાથે નહી આવે.


Related News

Loading...
Advertisement