સુરત: AAPના મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થતા ફ્રૂટની લારીવાળાનો પુત્ર બન્યો ઉમેદવાર

12 February 2021 11:22 PM
Surat Gujarat Politics
  • સુરત: AAPના મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થતા ફ્રૂટની લારીવાળાનો પુત્ર બન્યો ઉમેદવાર

સુરતમાં ગોડાદરા વિસ્તારમાં શાકભાજી - ફ્રુટ વેચતા પિતાના પુત્રને આમ આદમી પાર્ટીએ મેન્ડેટ આપ્યો : 8 હજારની નોકરી કરતો ચંદનસિંહ યાદવ હવે ચૂંટણીમાં મક્કમતાથી જંપલાવી મતદારો પાસે મત માંગી રહ્યો છે

સુરત:
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપંખીયો જંગ ચાલી થયો છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાને ઉતરી છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી 120 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. જો કે, કેટલાં ઉમેદવારના ફોર્મ ભૂલ હોવાના કારણે રદ્દ થતા. 114 જેટલા આપના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ સમીકરણો વચ્ચે કઈક અલગ જ સંયોગ બન્યો છે. આપમાંથી ઉમેદવારી નોંધાવનાર મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થતા ડમી તરીકે ફોર્મ ભરનાર ફ્રૂટની લારીવાળાનો પુત્ર મુખ્ય ઉમેદવાર બની ગયો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવી પોતાના અને પરિવારનું ગુજરાન ચલાવતા ગૌરીશંકર યાદવના પુત્ર ચંદનસિંહ યાદવ આમઆદમી પાર્ટીના વોર્ડ નં. 26ના ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચંદનસિંહ યાદવ ધોરણ 12 પાસ છે અને ટેક્સટાઇલમાં 8 હજાર પગારની નોકરી કરે છે. તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ જૌનપુરથી છે પરંતુ વર્ષોથી પરિવારે અહીં સુરતમાં વસવાટ કર્યો છે. તેમનું મકાન એટલુ ખૂબ જ નાનું છે. સત્તામાં પરિવર્તન લાવવા માટે ગરીબ પરિવારના ચંદનસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેઓ સામાન્ય કાર્યકર તરીકે જ હતા પરંતુ ભાગ્યએ તેમને ચમકતી તક આપી છે. વોર્ડ નં.26માંથી સંજીવસિંહ યાદવ ઉમેદવારી નોંધાયાવી હતી. જોકે તેમનું ફોર્મ ટેક્નિકલ ખામી કારણે રદ થયું અને ડમી તરીકે ફોર્મ ભરનાર ચંદનસિંહ મુખ્ય ઉમેદવાર બની ગયા.

ગૌરીશંકર કહે છે કે, મારા દીકરાને જીતાડવા માટે થોડા દિવસો લારી બંધ રાખીને પ્રચાર કરીશ. ચંદનસિંહે કહ્યું કે, આમઆદમી પાર્ટીનું આ જ ઉત્કૃષ્ઠ છે કે, તેમને નાના પરિવારમાંથી આવતા યુવકને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. મારા પિતા પણ મને જીતાડવા પ્રચાર કરી રહ્યા છે જેથી હું મક્કમ પણે કહી શકું છું કે હું જરૂર જીત મેળવીશ. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ફ્રૂટની લારીવાળાના પુત્રને જીતાડવા માટે પુરજોશથી પ્રચાર કરી રહ્યા છે. નાના પરિવારમાંથી આવતા ચંદનસિંહ હાલ લોકો પાસે મત માંગી રહ્યા છે અને દિલ્હી સરકારના કામોને આગળ ધરીને એક મોકો આપને આપવાની વાત કરી રહ્યા છે.

Related News

Loading...
Advertisement