સોનગઢના અધ્યાપન મંદિરો 4 લાખ લીટર પાણીની ટાંકીનું ભૂમિપૂજન કરાયુ

12 February 2021 11:46 AM
Surat
  • સોનગઢના અધ્યાપન મંદિરો 4 લાખ લીટર પાણીની ટાંકીનું ભૂમિપૂજન કરાયુ

સોનગઢ તા.12
સોનગઢની પરંપરા મુજબ સોનગઢ ગોકુળીયુ આદર્શ સ્વચ્છ ગામમાં લોકશાહી પ્રજાસતાક 72મો દિવસ ઉજવાયો હતો. 30 જાન્યુઆરીએ પૂ. યુગપુરૂષ યુગ દ્રષ્ટા નિર્માણ દિવસે માતંગી શૈક્ષણિક અને આરોગ્ય ધામના ટ્રસ્ટીઓ તેમજ પ્રમુખ ભરતભાઈ શેઠ તથા તેમના કાર્યકર્તાઓને સાથે રાખી પ્રફુલભાઈ વોરા, જીતેન્દ્રભાઈ દેસાઈ તેમજ માતંગી સ્ટુડીઓવાળા ઘનશ્યામભાઈ વડોદરીયા તેમજ સોનગઢના મોઢેશ્ર્વરી યુવક મંડળવાળા રમેશભાઈ પારેખ સહીત સવારના 8.30 કલાકે રાષ્ટ્રગીતો વગાડી ગાંધીજીના નિર્વાણ દિવસે ગાંધીજીના સ્ટેચ્યુને સુતરની આંટી પહેરાવી રાષ્ટ્રપિતાને સલામી આપેલ હતી.

પૂ. કાનજી સ્વામીના આધ્યાત્મીક મુમુક્ષુ શેરબજારવાળા શ્રેષ્ઠી નેમીષભાઈ શાહ તથા તેમના મુમુક્ષોને સાથે રાખી તેમજ સોનગઢના સરપંચ સોંડાભાઈ તેમજ અંકુર વિદ્યાલયવાળા વિરેન્દ્રસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ દાતા નેમીષભાઈ શાહ હસ્તે તા.16-1-2021ને શનિવારે બપોરે 3.00 કલાકે ગુરુદેવના વચનામૃત કરી 4 લાખ લીટર પાણીની ટાંકીનું અધ્યાપન મંદિરે ભૂમિપૂજન કરવામાં આવેલ હતું અને હાલમાં ટાંકીનું કામ પણ તેમણે અમદાવાદવાળા કનુમામા હસ્તક ચાલુ રહે છે. આ તકે સોનગઢના પ્રતિષ્ઠિત આગેવાનો વિરેન્દ્રસિંહ ગોહિલ, સરપંચ સોંડાભાઈ તેમજ સોનગઢના પંચાયતનાં સદસ્યો તેમજ ગુણુભાઈ ખસીયા, અભુભાઈ ભાલ તેમજ રમેશભાઈ પારેખે તેમજ નેમીષભાઈ શાહ તથા તેમના મુમુક્ષોની સુતરની આંટીથી સન્માન કરેલ હતું.


Loading...
Advertisement