સુરતની માત્ર 11 વર્ષિય બાળ કથાકારે 4 રામકથા કરી અયોઘ્યા મંદિર માટે રૂા.50 લાખ એકત્રીત કર્યા

11 February 2021 06:31 PM
Surat
  • સુરતની માત્ર 11 વર્ષિય બાળ કથાકારે 4 રામકથા કરી અયોઘ્યા મંદિર માટે રૂા.50 લાખ એકત્રીત કર્યા

નાનકડી એવી ભાવિકા કથા વાંચે છે ત્યારે હજારો શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે

રાજકોટ તા.11
સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામભક્તિની જે મિશાલ કાયમ કરી છે એ ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે. ધોરણ 6ની વિદ્યાર્થિનીએ લોકડાઉન દરમિયાન શાળાના ભણતરની સાથે ભગવદ્ગીતાનું અધ્યયન શરૂ કર્યું, ત્યાર બાદ રામાયણ પઠન કરતાં તેણે ભગવાન રામના અસ્તિત્વ અને તેમની મહાનતા અંગેની જાણકારી મળી ત્યારે તેને વિચાર્યું કે હવે રામમંદિર બનાવવા માટે તે પણ પોતાની રીતે યોગદાન આપશે. જેથી આ નાનકડી ભાવિકા રાજેશ મહેશ્વરીએ માત્ર 11 વર્ષની ઉંમરે રામકથાનું વાંચન કરવાનો નિર્ણય લીધો હતો. ભાવિકા અત્યારસુધીમાં 4 જેટલી રામકથા કરીને 50 લાખ જેટલી નિધિ એકત્ર કરી છે અને એને રામમંદિર નિધિ કોષમાં આપ્યા છે. જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામકથા કહેતી હોય છે ત્યારે લોકો જોતા જ રહી જતા હોય છે. દેશમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે આટલી નાની ઉંમરમાં કોઈ દીકરી રામકથા કરી રહી છે.


Loading...
Advertisement