દરરોજ માત્ર 15 મિનિટ કસરત કરવાથી આયુષ્યમાં 3 વર્ષ વધે છે!

09 February 2021 10:49 AM
Health Top News
  • દરરોજ માત્ર 15 મિનિટ કસરત કરવાથી આયુષ્યમાં 3 વર્ષ વધે છે!

વ્યાયામથી અકાળે મોતનો ખતરો ઘટે છે, બ્લડ શુગર, કોલસ્ટ્રોલ કાબુમાં રહે છે

વોશીંગ્ટન તા.9
લોકો હંમેશા સમયની કમીનો હવાલો આપીને કસરત કરતાં નથી હોતા. પરંતુ અમેરિકન એસોસીએશન ઓફ રિટાયર્ડ પર્સન્સે બુઝુર્ગો પર હાર્વર્ડ યુનિવર્સીટીએ કરેલા હાલના સંશોધનનો હવાલો આપીને જણાવ્યું છે કે દરરોજ માત્ર 15 મીનીટની કસરત આયુષ્યના ત્રણ વર્ષ વધારે છે.સંશોધકોનાં જણાવ્યા અનુસાર કસરત બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલથી લઈને સ્ટ્રેસ હોર્મોન ‘કોર્ટિસોલ’ના સ્તરને ઘટાડવામાં મદદરૂપ છે.
રકત પ્રવાહમાં સુધારો લાવવા, હૃદય કોશીકાઓને મજબૂત બનાવવા અને વૃધ્ધત્વની ગતિને ઘટાડવામાં પણ વ્યાયામની મહત્વની ભૂમિકા જોવા મળે છે. ડો.ડેનિયલ ફોરમેનના નેતૃત્વમાં થયેલાઆઅધ્યયનમાં સંશોધકોએ સતત આઠ વર્ષ સુધી ‘અમેરિકન એસોસીએશન ઓફ રિટાયર્ડ પર્સન્સ’ સાથે સંકળાયેલા બુઝુર્ગોની તબિયત પર વ્યાયામની અસરનું આકલન કર્યુ હતું. જેમાં તેમણે જાણ્યું કે રોજ 15 મિનિટ કસતર કરનારાઓમાં કોઈપણ બિમારીથી અકાળે મૃત્યુનો ખતરો 14 ટકા ઘટી જાય છે. તેમની સરેરાશ વય પણ ત્રણ વર્ષ વધી જાય છે.


Related News

Loading...
Advertisement