કોરોના સામેના યુદ્ધમાં પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ સજજ

08 February 2021 09:49 AM
Top News Health
  • કોરોના સામેના યુદ્ધમાં પુરુષોની તુલનામાં મહિલાઓ વધુ સજજ

આઠથી વધુ દેશોમાં સંશોધન દરમિયાન ખુલાસો:કોરોના સામે મહિલા નેતૃત્વવાળા દેશો બહેતર સાબિત થયા

મિલાન તા. 8 : કોરોનાને લઇને માર્ગદર્શિકાનું પાલન કરવામાં પુરુષોની તુલનામાં મહિલા વધુ ગંભીર હોવાનું એક હાલના સંશોધનમાં બહાર આવ્યું છે.પ્રોસિજિંગ ઓફ ધી નેશનલ એકેડેમી ઓફ સાયન્સીઝમાં પ્રકાશિત અધ્યયનમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ કોવિડ-19 પ્રત્યે વધુ સતર્ક છે અને તેમનામાં માસ્ક પહેરવા, સામાજીક દુરી રાખવા અને જાહેર સ્વાસ્થ્ય ભલામણોનું પાલન કરવાની સંભાવના પણ વધુ હોય છે.સંશોધકોએ માર્ચ ર0ર0માં અલગ અલગ 8 દેશોના ર1 હજારથી વધુ લોકો પર સર્વે કર્યો હતો જેમાં જાણવા મળ્યું કે 49 ટકા પુરુષોની તુલનામાં પ9 ટકા મહિલાઓએ કોરોનાને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા માની હતી. સામાજીક દુરી સંબંધી ઉપાયોમાં સહમત થવામાં મહિલાઓ 6 ટકા વધારે જોવા મળી હતી.


મહિલાઓને થઇ મહામારીથી વધુ અસરવિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે કોરોનાએ મહિલાઓને અનોખી રીતે અસર કરી છે. લોકડાઉનના કારણે અનેક મહીલાઓની ઘરમાં પોતનાના સજ્જન સાથે અપમાન ભરી સ્થિતિ ઉભી થઇ હતી. તેમની સાથે હિંસાનો ખતરો પણ વધ્યો હતો.મહિલાના નેતૃત્વવાળા દેશોમાં બહેતર સ્થિતિસામાજીક ન્યાય સંગઠન સીએઆરઇ ઇન્ટરનેશનલ દ્વારા 30 દેશોના સર્વેક્ષણમાં જાણવા મળ્યુ કે જે દેશોમાં મહીલાઓ નેતૃત્વ કરી રહી છે તે કોરોના સામે બહેતર સાબીત થઇ હતી. જર્મની, ન્યુઝીલેન્ડ, તાઇવાન, આઇસલેન્ડ જેવા દેશો કોરનાનો સામનો કરવામાં બહેતર રહયા.


Related News

Loading...
Advertisement