રાજકોટ નજીકના ગામડામાં બેઠા - બેઠા આ ભેજાબાજો અમેરિકન નાગરિકોના હજારો ડોલર ચાઉં કરી ગયા

27 January 2021 11:44 PM
Rajkot Crime
  • રાજકોટ નજીકના ગામડામાં બેઠા - બેઠા આ ભેજાબાજો અમેરિકન નાગરિકોના હજારો ડોલર ચાઉં કરી ગયા

રાજકોટ SOGએ દરોડો પાડી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો : ૪ આરોપી ઝડપાયા : ૨ લેપટોપ, ૪ મોબાઈલ ફોન, ૧ રાઉટર તથા તેની સાથેના એડેપ્ટર અને વાયરો મળી રૂ.૩૯નો મુદ્દામાલ કબ્જે કરાયો

રાજકોટઃ
રાજકોટ નજીક આવેલા હરિપર ગામેથી ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે અને ૪ આરોપીઓને દબોચી લીધા છે. ભેજાબાજો અહીં બેઠા - બેઠા અમેરિકન નાગરિકો સાથે છેતરપીંડી કરતા હતા. અત્યાર સુધીમાં હજારો ડોલર ચાઉં કરી ગયાની શકયતા છે. પોલીસને આરોપીઓ પાસેથી ૨ લેપટોપ, ૪ મોબાઈલ ફોન, ૧ રાઉટર તથા તેની સાથેના એડેપ્ટર અને વાયરો, સ્ક્રીપ્ટ લખેલી ૨ બુક, લાઈટ બીલ, મળી કુલ રૂ.૩૯,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો જે કબ્જે કરાયો છે.

વિસ્તૃત વિગત મુજબ રાજકોટ એસઓજી પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એસ. અંસારી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સેબલ વિજેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ અઝરુદ્દીન બુખારીને મળેલી બાતમીના આધારે રાજકોટ નજીક આવેલા હરીપર ગામ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો અને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરાયો હતો. સ્થળ પરથી મનોજ સત્યરામ શર્મા (ઉ.વ.૨૦, રહે. ઇશનપુર મોની હોટલ પાસે રાજહંસ પાર્ક મકાન નં -૧૩ નારોલ અમદાવાદ, મુળ.ગામ લલખોર તા.શેફઇ જી.ઇટાવા ઉત્તરપદેશ) રતન શત્રુઘ્નભાઇ કરણ (ઉ.વ. ૨૦, રહે.વટવા નારાયણનગર સોસાયટી બચુભાઇનો કુવો મકાન નં.૩૪ કમલા કરસિંહના મકાનમાં ભાડેથી અમદાવાદ, મુળ. આશોક બખરી જી.મુજજફરપુર બિહાર), વિકી સંજય સિંહ (ઉ.વ. ૨૦, રહે.વટવા બચુનગર, બીબી મરીયમ દરગાહ પાસે અમદાવાદ, મુળ શાહબાજપુર જી.મુજજફરપુર બિહાર) અને શાહીલ અરવિંદ ઓડ (ઉ.વ. ૨૦, રહે. નારોલ, રંગોલીનગર, અમદાવાદ) નામના આરોપીઓ ઝડપાયા હતા. છેતરપીંડી કરતી આ ગેંગ અમેરિક નાગરિકોને કોલ કરી લોન આપવાનું કહી ઠગાઈ કરતા હતા.

પકડાયેલા તમામ આરોપીઓની વિગતવાર પુછપરછ કરી વધુ કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે. તેમજ કેટલા અમેરીકન નાગરીકો સાથે છેતરપીંડી કરી છે તે બાબતે વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપીઓ અગાઉ પણ કોલસેન્ટર ચલાવતા હતા કે કેમ? તેમજ આ રેકેટ કેટલા સમયથી ચાલતુ હતુ તે દીશામાં ઊંડાણપૂર્વકની તપાસ કરાશે. આરોપીઓનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે.


◆ આરોપીઓ અમેરિકન લોન કંપની નામે છેતરપીંડી કરતા

પકડાયેલા આરોપીઓ અમેરિકન નાગરીકોના મોબાઇલ નંબર અને ડેટા મેળવી, સ્ક્રીપ્ટ તૈયાર કરી અમેરિકન નાગરીકોને પર્સનલ વિગતની વેરીફાઇ અમેરીકામાં સ્થિત એસ.કેસ એક્ષપ્રેસ તથા સ્પીડ કેશ નામની લોન કંપનીના નામે લોન લેવા ઇચ્છુક અમેરીકન નાગરીકોને ભારતમાંથી 'ટેકસનાઉ' તથા '૮ બાય ૮' વર્ક નામની મોબાઇલ એપ્લીકેશન મારફતે ઇનટરનેટની મદદથી કોલિંગ મેસેજ કરી કોલ કરી લોન અપાવી દેવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેના સોશયલ સીકયુરીટીનબર ( SSA ) નંબરના છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી લેતા બાદમાં વોલમાર્ટ તથા રાઇટએડના ગીફટ વાઉચર ખરીદ કરી છેતરપીંડી કરતા હતા. આ રીતે હજારો ડોલરની છેતરપીંડી કર્યાનો અંદાજ છે.

◆ આરોપીઓએ અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરેલો

એસોજીએ ઝડપેલા ચારેય આરોપીઓએ અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કરેલો છે. જેમાં મનોજ શર્મા ધોરન ૧૧ પાસ છે, રતન કરણે મિકેનિકલ એન્જીનયરિંગનો અભ્યાસ કોલેજના બીજા વર્ષ સુધી કર્યો છે. તેણે અગાઉ કોલસેન્ટરમાં નોકરી પણ કરી હતી. જ્યારે વિકી સિંહ ધોરન ૧૨ પાસ છે. અને શાહીલ ઓડે બીકોમ સેમ -૪ સુધી અભ્યાસ કર્યો છે.


Related News

Loading...
Advertisement