લંડનના આ યુવકે શરીર સુખ માણતા પહેલા પોલીસને જાણ કરવી પડશે : કોર્ટનો વિચિત્ર ચુકાદો

27 January 2021 10:11 PM
World
  • લંડનના આ યુવકે શરીર સુખ માણતા પહેલા પોલીસને જાણ કરવી પડશે : કોર્ટનો વિચિત્ર ચુકાદો

યુવકે 24 કલાક પહેલાં પોલીસને માહિતી આપવાની રહેશે કે, તે ક્યારે અને કોની સાથે સેક્સ કરશે?

લંડન:
બ્રિટનમાં સેક્સ કરવાને લઈ કોર્ટે અજીબો ગરીબ ચુકાદો આપ્યો છે. લંડનમાં એક યુવક વિરુદ્ધ ચાલી રહેલા જાતીય સતામણીના કેસ પર ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે, યુવકે કોઈ પણ મહિલા સાથે સેક્સ માણતા પહેલાં 24 કલાક પહેલા તે મહિલા અને પોલીસને જાણ કરવી પડશે.

39 વર્ષીય ડીન ડાયરે સામે અનેક જાતીય સતામણીના કેસોમાં સુનાવણી ચાલી રહી છે. એક મહિલાએ પાર્ટી દરમિયાન યુવક પર અયોગ્ય રૂપે તેને સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેનો વિરોધ કર્યો ત્યારે તેને બળાત્કારની ધમકી આપી હતી. આ યુવક પર જાતીય અપરાધો સંબંધિત સાત આરોપો છે, જેમાં 14 વર્ષની બાળકી સાથે જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યાનો કેસ પણ સામેલ છે. જોકે, તેની સામે આજ સુધી કોઈ જાતીય ગુના સાબિત થયા નથી.

બ્રિટનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ડાયર સામેના આરોપો સાંભળ્યા બાદ તેને સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર આપી દીધું. બ્રિટનમાં સેક્સ્યુઅલ રિસ્ટ્રન્ટ ઓર્ડર એક સિવિલ આદેશ છે. સામાન્ય રીતે જે આરોપો સેક્સ સંબંધી મામલામાં દોષ સાબિત થતો નથી પણ તેને સમાજ માટે જોખમી માનવામાં આવે, તેની વિરુદ્ધ આ ઓર્ડર આપવામાં આવે છે.

કોર્ટે આદેશ આપ્યો છે કે જો આરોપી યુવક કોઈ મહિલા સાથે સેક્સ માણવા માંગતો હોય તો તેણે સંબંધિત મહિલા અને પોલીસને તેના ઈરાદા વિશે 24 કલાક અગાઉ જાણ કરવી પડશે. સુનાવણી દરમિયાન કોર્ટે યુવકને મહિલા સાથે બિનજરૂરી વાતચીત કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.


Related News

Loading...
Advertisement