ભાવનગર જિલ્લામાં આજે ૪ કોરોના કેસ, ૮ દર્દી ડિસ્ચાર્જ

27 January 2021 08:42 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગર જિલ્લામાં આજે ૪ કોરોના કેસ, ૮ દર્દી ડિસ્ચાર્જ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૪૫ કેસો પૈકી ૨૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તાઃ ૨૭
ભાવનગરમાં આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૪૫ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૩ પુરુષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના કુલ ૬ અને તાલુકાઓમાં ૨ કેસ મળી કુલ ૮ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૬,૦૪૫ કેસ પૈકી હાલ ૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૯૪૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement